________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વિષે ગયો અને નિમિત્તકને સારા પ્રકારના આદરમાનથી બોલાવીને દાન આપી સત્કાર કરી કહ્યું. રાજા પોતાના દેશમાં જ પૂજાય છે અને તમારા જેવા સર્વ જગ્યાએ પૂજાય છે, કારણ કે રાજાઓ અને પંડિતોમાં ઘણું અંતર હોય છે. વળી વિદ્વાનો ભક્તિવડે ગ્રહણ કરવા લાયક હોય છે. પરંતુ કોઈ દિવસ બળવડે ગ્રહણ કરી શકતા નથી, માટે તું મારા ઉપર પ્રસન્ન થઈને હું પુછું તેનો ઉત્તર આપ. એવું બોલીને કહ્યું કે મને રાજાથી કોના નિમિત્તે ઉત્પાત થશે ? નિમિત્તિયારને કહયું કે તારા મોટા દીકરાથી ઉત્પાત થશે. ત્યારબાદ નિમિત્તિયાને વિસર્જન કરી, તેનું કહેવું ચિત્તમાં ધારણ કરી પરમેષ્ઠીના નામના જાપ જપતો મંત્રી કાળ નિર્ગમન કરવા લાગ્યો. ત્રણ દિવસ બાકી રહ્યા ત્યારે બુદ્ધિમાન મંત્રીએ પોતાના મોટા પુત્રને પેટીમાં સ્થાપન કરી રાજાએ કહ્યું કે હે સ્વામિન્ ! આ પેટીમાં મારું સર્વસ્વ છે, માટે યત્નથી સાચવી રાખશો, કારણ કે મને ઉત્પાતનો ભય હોવાથી સારી વસ્તુ તમારા હસ્તગત હો. ઉત્પાત નિવર્ત માન થયા પછી સ્નેહ ફળ આપનાર થશે. આવી રીતે કહીને મહામંત્રી નિરંતર સુકૃત કાર્યો કરવા લાગ્યો છે. તેવામાં નિમિત્તિયાએ કહેલો દિવસ આવ્યો અને રાજાના અંતઃપુરને વિષે કોળાહળ થયો કે “મંત્રીનો મોટો પુત્ર રાણી પાસે વિષયની પ્રાર્થના કરે છે. રાણી નહિ માનવાથી હઠથી રાણીનો ચોટલો કાપીને જાય છે માટે દોડો રે દોડો” આવો કોળાહળ થયેલો સાંભળી રાજાએ ક્રોધ કરીને કહ્યું કે મંત્રીને કુટુંબ સહિત મારો . એવો હુકમ સાંભળી મંત્રીએ વિચાર્યું કે તમામ બીના નિમિત્તિયાના કહેવાથી બની ગઈ અને મારા ઉપર સ્નેહ હતો તે પણ રાજાને અગ્નિને વિષે ઘીના હોમવા જેવો થયો. ત્યારબાદ વૃદ્ધ મનુષ્યોદ્વારા ઘર મંત્રીએ રાજાને વિનતિ કરીને કહેવરાવ્યું કે સાહસ કરવું ઉચિત નથી. પૂરવે નિમિત્તયાનું વચન ન માનવાથી આ ફળ આવ્યું. વળી આ વિડંબના દેવ સંબંધી છે. જો આ વાત આપ ખોટ માનતા હો તો પેટી ઊઘાડીને જોઈ લ્યો અને પછી આપને જે યુક્તાયુક્ત લાગે તે કરો. મંત્રીના આવા
M૩૧૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org