________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સ્થાપવો. રાજાએ તેમ કરી પોતે પૌષધ લીધો અને જિનેશ્વરમહારાજના મંદિરને વિષે રહ્યો સાતમે દિવસે વરસાદ પડવાથી પત્થરની મૂર્તિ ઉપર વીજળી પડી. મંત્રીની બુદ્ધિથી રાજા કુશળ રહ્યો તેથી તમામને હર્ષ થયો અને મંત્રીની બુદ્ધિની તમામ લોકો પ્રશંસા કરવા લાગ્યા.
( ઉધમે જ્ઞાનગર્ભ મંત્રીની ક્યા) ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે જીતશત્રુ રાજા હતો. તેને પોતાની બુદ્ધિથી વનસ્પતિને પણ જીતનાર જ્ઞાનગર્ભ નામનો મંત્રી હતો. તે બન્નેના પ્રેમમાં ફક્ત વાણી અને કાયાનો જ ભેદ હતો તેથી બન્નેને ખેદ થયો હતો. એકદા રાજસભામાં બેઠેલો રાજાએ મંત્રીને કહ્યું કે તું મને પ્રાણથી પણ અધિક વલ્લભ છે કદાચિત્ બ્રહ્મા આવીને પણ તારું વાંકું બોલે તો પણ હું માનું નહિ. એવામાં કોઇક સિદ્ધપુત્ર નિમિત્ત વેત્તા આવ્યો. રાજાએ તેને કહ્યું કે કાંઇક સ્પષ્ટ નિમિત્ત કહે, નિમિત્તિયાએ કહ્યું કે એક માસને અંતે તું જ્ઞાનગર્ભ મંત્રીને તેના કુટુંબ સહિત મારીશ એવું નિમિત્ત હું જાણું છું. તે સાંભળી ક્રોધાનલથી જવાજલ્યમાન થઈ રાજાને હોઠ ફફડાવીને કહ્યું કે હે દુર્ભાષી નિમિત્તક ! તું મારી દૃષ્ટિથી આઘો જા અને મંત્રી કુટુંબ સહિત કુશળ હો. આ પ્રમાણે રાજાના અભિપ્રાયને જાણીને તેના સેવકોએ નિમિત્તકના કપાળમાં અર્ધ ચંદ્ર કરીને નગર બહાર કાઢયો તે વિચારવા લાગ્યો કે અસ્થાનને સત્ય વચન પણ કાઢવાથી સુખ આપે નહિ, કારણ કે નાળિયેરના પાણીમાં કપૂર નાખવાથી સારાવાટ થતી નથી, માટે મારે કોઈ દિવસ આવી કઠોર વાણી બોલવી નહિ. આ બાજુ મંત્રી વિચાર કરે છે કે નિમિત્ત કર્મફળને સૂચવનારૂ છે. માટે તેના બોલનારા ઉપર દ્વેષ અને મારા ઉપર પ્રેમ આ બંધુ સ્નેહનું જ કારણ છે. વળી રાજા મદે ચડે ત્યારે હસ્તિના પેઠે કાન પકડી તેનું વારણ કરી શકાતું નથી, માટે ભવિષ્યમાં બૂરું ન થાય તેવા પ્રકારના ઉપાયો યોજવા તે ઉત્તમ માણસનું કર્તવ્ય છે. આ પ્રમાણે વિચાર કરી વેગથી તે ઉદ્યાનને
30:
ભાગ-૬ ફર્મો-૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org