________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરનાર દેવોને પૂજવા છતાં પણ મહાદેવને એવા પ્રકારે પૂજે છે. તે કહે છે કે તેના ઉપદેશથી સ્વર્ગ અને મોક્ષ મળશે, મનમાન્યતા તેની પૂજા કરે છે, કારણ કે તે લોકો સર્વજ્ઞના ગુણનો અધ્યારોપ કરી તેને પૂજે છે, તેથી સર્વે દેવોને પૂજનિક છે. વળી સર્વ યોગિયોને ધ્યાન, કરવા લાયક છે, એટલે કે વીતરાગ પણાથકી સમગ્ર અધ્યાત્મચિંતા કરવાવાલાને પૂજવા લાયક છે. વળી પોતે સર્વ જાતિનાં સ્રષ્ટા છે, ઉત્પાદક પ્રકાશદ્વારવડે કરીને, સમગ્ર નૈગમાદિકનયોના તથા સમાદિજાતિના ઋષભદેવજીએ લોકવ્યવહારને માટે જાતિયો રચી છે-.. કહી છે, માટે તે જ મહાદેવ કહેવાય છે.
વળી મોક્ષવત્મ-શિવપંથા-મહામોહરૂપી અધિકાર પટલને હણવાને શક્તિમાન હોવાથી અનન્ય જ્યોતિ પ્રદીપ સમાન છે, તેથી મોક્ષવર્મા છે, અથવા ત્રણ કોટિને વિષે શાસ્ત્રરૂપી સુવર્ણને કષ,
ચ્છદ, તાપ, રૂપ, પરીક્ષા રૂપ લક્ષણોને વિષદોષો-અશુદ્ધિ છે, તે વડે કરીને વર્જિત છે. વળી સદ્ગત યુક્ત, વળી કામુકાદિ અનુચિત અસમંજસરાગાદિક ચેષ્ટા કરનારાઓને વિશે મહત્વની કલ્પના કરવા છતાં પણ મહાદેવપણાનો નિષેધ કરેલ છે. ત: कामानुषक्तस्य रिपुप्रहारिणः प्रपंचनोनुग्रहशापकारिणः । सामान्यपुंवर्गसमानधर्मिणो, महत्वकलप्रौसकलस्य सद्भवेत् ॥१॥
ભાવાર્થ : જે કામને વિષે રક્ત છે, શત્રુઓને પ્રહાર કરે છે, શ્રાપ આપવો અને અનુગ્રહ કરવો વિગેરે પ્રકારના પ્રપંચ યુક્ત હોય છે, સામાન્ય પુરૂષવર્ગના સમાન ધર્મવાળો હોય છે, તે મહાનું કહેવાય નહિ પરંતુ સર્વથા પ્રકારે મહત્વપણાની સવૃત્તિ ધારણ કરનારા જ સારા કહેવાય છે તેના મતને વદનારા નીચે પ્રમાણે બોલે છે. યથાतस्मिन् ध्यानासमापन्ने, चिंतारत्नवदास्थिते, निःसहंति यथा कामं कुडयादिभ्योऽपि देशनाम् ॥१॥
ભાવાર્થ : આવી રીતે તેનું શાસ્ત્ર કહે છે કે અમારા દેવો ધ્યાનમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org