________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ यद्भातृ-भीमेन च मृत्युतोऽपि, सीमोविषान्नावगमादरक्षि ॥१॥
ભાવાર્થ : શ્રેષ્ઠ જ્ઞાનરૂપી મેઘપટલી જે છે, તે આપત્તિરૂપી પ્રતાપનો શીઘ્રતાથી નાશ કરે છે કારણ કે જ્ઞાનથી ભીમે વિષયુક્ત અન્નને જાણીને પોતાના ભાઈ સીમને મરણથકી બચાવેલ છે. શાસ્ત્ર જાવાના પ્રેમીભીમ વણિક કથા શંકર નામના ગામને વિષે, ધનદ કુબેર ભંડારીના પેઠે ધનેશ્વર તથા કામદેવ અને વસંત ઋતુના પેઠે અત્યંત અરસપરસ પ્રીતિવાળા ભીમ ને સીમ નામના બે ભાઇયો શ્રેષ્ઠિઓ વસતા હતા. તેમાં મોટો ભીમ છે તે જ્ઞાનનો અર્થી થઇ. નિરંતર પંડિતોના પરિચયને વિષે તત્પર રહે છે, કારણ કે પંડિતોની વાર્તા જે છે તે પણ સકલ શાસ્ત્રના મૂળભૂત છે. તે માટે કહ્યું છે કે સંત લોકોનો સમાગમ કરવો. જો કે તેઓ શાસ્ત્રનો બોધ કાંઈ પણ ન આપે તો પણ તેમની પોતાની અમથી વાર્તા પણ શાસ્ત્ર યુક્ત હોય છે. નાનો સીમ જે છે તે પોતાના કુટુંબ પરિવારે વાર્યા છતાં પણ નીચનો સંગછોડતો નથી, કારણ કે જે જેનો સ્વભાવ પડયો તે છોડવો મુશીબત છે. જે માટે કહ્યું છે કે - जे जिण लग्या सहावडा, ते फीटे मरणेण । सुणहा वांकी पुंछडी, समी न कीधी केण ॥१॥
ભાવાર્થ : જે જેનો સ્વભાવ પડેલો હોય છે તે મરણ પામ્યાથી જ જાય છે, સિવાય જતો નથી અને બદલાતો નથી, કારણ કે કૂતરાની પૂંછડી વાંકી છે, તેને કોઈ પણ માણસ સીધી કરી શકેલ નથી, તેમજ જે જેનો સ્વભાવ પડેલ છે તે મરણ પામ્ય જ જાય છે.
એકદા ઘણા મંત્ર-તંત્રના પ્રભાવવાળા તથા લોકોમાં ચમત્કાર દેખાડીને પ્રસિદ્ધિ મેળવેલા તથા બહુ જ કપટવડે કરી ભરપૂર ભરેલા એવા સુંદર નામના યોગીના જોડે સીમે મિત્રાઈ કરી એકદા પ્રસ્તાવે સર્પના સમાન કુટિલ ગતિયુક્ત સ્વભાવવાળા તે જોગીએ, સુવર્ણ, મણિ, મોતીના આભૂષણથી સુશોભિત એવા સીમને કહ્યું કે હે વત્સ
M૧૨૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org