________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ !આ મૂલિકાને ગ્રહણ કર, જે મૂલિકા દ્વારા પાસે રહેવાથી, જે યુવાન
સ્ત્રી તમને દેખશે, તે લોહચુંબકના પેઠે તને છોડશે નહિ આ મૂલિકાને લેવાનો વિધિ નીચે પ્રકારે છે. આ મૂલિકા લેવાને વખતે પ્રથમ ગુરૂના સાથે તારે એક ભાજનમાં ભોજન કરવું. ત્યારબાદ ગ્રહણ કરવાથી આ કામ સિદ્ધ થશે. એવી રીતે કહીને તે યોગી ગયો અને વદિ ચૌદશની રાત્રિએ તે ગ્રહણ કરવાનો સંકેત કર્યો. તેનો ભાઈ ભીમ પણ પંડિતોના સહવાસથી પોતાનો કાલનિર્ગમન કરે છે. એકદા તે ભીમે બુદ્ધિસાગર ગુરૂ પાસે વિષવાળા અનનું વ્યાખ્યાન શ્રવણ કર્યું
दृष्टान्नं सविषं च कोरविहगो धत्तेविरागं द्रशो । हंसः कूजति सारिका चवमति क्रोशत्यजस्त्रंशुकः । काकः क्षामरवस्तथा परभृतः प्राप्नोति मृत्यु क्षणात् । क्रोंचोमाद्यति हर्षवांश्च नकुलः कुर्यात्पुरीषं कपिः ॥१॥
રૂતિ પ્રસ્તાવું-શત. ભાવાર્થ : વિષયુક્ત અન્ન દેખીને ચકોર પક્ષી દષ્ટિને મીંચી દે છે, હંસ શબ્દને કરે છે, સારિકા વમન કરે છે, પોપટ નિરંતર વારંવાર આક્રોશ કરે છે, કાગડો મંદસ્વર કરે છે, કોયલ તત્ક્ષણ મરણ પામે છે, કૌંચ પક્ષી મદોન્મત્ત થાય છે, નોલીયોરાજી થાય છે તથા વાંદરો વિષ્ટાને કરે છે.
આવી રીતે સાંભળીને ભીમ વિચાર કરે છે કે આ જ્ઞાન શ્રેષ્ઠ છે. એવું જાણીને મનને વિષે સ્થિર કરી રાખ્યું. ત્યારબાદ યોગિએ પોતે સંકેત કરેલી રાત્રિએ એક વિષ સહિત અને બીજો વિષ રહિત લાડુ બનાવી તે યોગી સીમના જોડે મઠને વિષે ભોજન કરવા બેઠો. એવામાં પોતાનો ભાઈ સીમ રાત્રિએ અલંકાર, સુવર્ણ, મણિના આભૂષણો પહેરીને યોગીના મઠમાં ગયો છે તેવું જાણીને તેનો મોટો ભાઈ ભીમ ત્યાં આવીને જોવા લાગ્યો. એટલામાં ત્યાં નજીક રહેલા
૧૨૫
ભાગ-૬ ફર્મા-૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org