________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
(વીતરાગનું વચન.) વીતરાગનું વચન પ્રાણિઓએ જરૂર અંગીકાર કરવું જોઇએ અને પાપારંભને છોડવા જોઇએ. જુઓ. मानुख्यं वरवंशजन्म विभवो दीर्घायुरारोग्यता, सन्मित्र सुमतिसती प्रियतमा भक्तिश्चवर्तीर्थकरे । ज्ञानत्वं विनयत्वमिंद्रियजयः सत्पात्रदाने रतिः, सत्पुण्येन विना त्रयोदशगुणाः संसारिणां दुर्लभाः ॥१॥ - ભાવાર્થ : માનુષ્યપણું ૧, શ્રેષ્ઠવંશમાં જન્મ ૨. ઉત્તમ વૈભવ. ૩ દીર્ઘ આયુષ્ય. ૪ આરોગ્યતા. પ સારો મિત્ર ૬ સારી બુદ્ધિ, ૭ સતી સ્ત્રી, ૮ તીર્થકરમહારાજને વિષે ભક્તિ, ૯ જ્ઞાનની પ્રાપ્તિ. ૧૦ વિનયની પ્રાપ્તિ. ૧૧ ઇંદ્રિયોનો જય ૧૨ અને સત્યાત્રાને વિષે દાન આપવામાં પ્રીતિ. ૧૩. આ તેર ગુણો ભવાંતરને વિષે કરેલ પ્રબલ પુન્યકર્મ વિના સંસારી જીવોને પામવા મહાદુર્લભ છે, पंचाशकसूत्रे श्राद्धव्याख्यानश्रवणस्वरुपम्संपन्नदंसणाइ पइदियहं जइजणा सुणेइय । सामायारिं परमं, जो खलु तं सावयंबिंति ॥१॥ निद्दा विकहा परिवज्जिएहिं,. गुत्तेणं पंजलिउडेहिं । भत्तिबहुमाणपुव्वं, उवउत्तेहिं सुणेयव्वं ॥२॥
ભાવાર્થ : સમ્યફ પ્રકારે સમ્યગુ દર્શનને પામીને, નિદ્રા તથા વિકથાને વર્જીને તથા મન-વચન-કાયાના યોગોને એકત્ર કરીને અંજલી પુટ (બે હાથ જોડીને) બહુમાનપૂર્વક નિરંતર ગુરૂમહારાજા પાસે સામાચારીને જે સાંભળે છે તે જ નિશ્ચય પરમ શ્રાવક કહેવાય છે. એ ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે વ્યાખ્યાન શ્રવણ કરવાનો શ્રાવકનો અધિકાર છે. सद्ज्ञानमानंदपयोदवृंदं, व्यापत्प्रतापं प्रणयेत् प्रणाशं ।
M૧૨૩
૧૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org