________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મૂળ ભાજન વિનય છે અર્થાત્ વિનયી જીવો સ્વલ્પ કાળમાં મોક્ષને પ્રાપ્ત કરે છે. ૧-૩.
( વિનય વિષે સિંહસ્થ કુમારની ક્વા.) સુગંધપુરને વિષે પુંડરીક નામનો રાજા હતો તેને સિહસ્થ નામનો પુત્ર હતો, તે સર્વગુણ સહિત હતો, છતાં બહુ જ દુર્વિનીત હતો, તેથી તે રાજાને અનીષ્ટ થવાથી રાજાએ તેને કાઢી મૂકયો, અને દુઃખી થઈને ભમવા લાગ્યો. તે કોઇ નગરને વિષે ગયો, ત્યાં કોઇને એક ઘોડાને બહુ જ કુટવા માંડયો, ને બીજાને બહુ જ પૂજવા માંડયો, તે દેખીને વિસ્મય પામી કુમારે પાસે રહેલા માણસોને પૂછયું કે આનું કારણ શું ? તેથી તે માણસે કહ્યું કે હે કુમાર ! આ ઘોડો વિનીત છે તેથી પોતાના સ્વામીની જેવી મરજી હોય તે પ્રમાણે તે ચાલે છે. તથા આ ઘોડા દુર્વિનીત છે, વાંકો છે, ને મરજી પ્રણા નહિ ચાલવાથી તેને કુટવામાં આવે છે. તદુર્વિનયપણાના ફળને જાણીને વિનય કરવા લાગ્યો અને તેમ કરીને નગરના રાજાને રંજિત કર્યો, તેથી તે રાજાએ પોતાના ઘણા કુમારો વિદ્યમાન છતા પણ તે કુમારને અત્યંત વિનયી જાણી પોતાનું રાજય તેને આપ્યું, ત્યારબાદ પોતાના પુત્રને વિનયી થયેલો જાણીને તેના પિતા પુંડરિક રાજાએ ભક્તિથી બોલાવી પોતાનું સુગંધપુરનું રાજય પણ તેને આપ્યું ત્યારબાદ બન્ને રાજાએ દીક્ષા લીધી. સિંહકુમાર પણ વિનયનો આશ્રય કરવાથી પ્રોઢ પ્રતિષ્ઠા પામીને અનુક્રમે દીક્ષા અંગીકાર કરીને સર્વાર્થસિદ્ધ વિમાને ગયો. वीतरागो वचस्तस्य, व्रतं च वंदकं गुरोः । विमलाद्रिरिमे पंचं, वकाराः शिवहेतवः ॥१॥
ભાવાર્થ : વીતરાગ દેવ ૧, તથા વીતરાગ દેવનું વચન. ૨, તથા વ્રત ૩, તથા ગુરૂને વંદન ૪, અને વિમલાચલ પ-આ પાંચ વકારનું આરાધન કરવામાં આવે તો તે મુક્તિના હેતુભૂત કહેલા છે.
૧૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org