________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ अनाचारस्य सन्मानं, सदाचारस्य निंदनं । एतत् धोरतरं पापं, भाथेयं भववर्त्मनि ॥१॥ इति वस्तुपालचरित्रे, चतुर्थ प्रस्तावे
ભાવાર્થ : અનાચારનું સન્માન કરવું અને સદાચારની નિંદા કરવી તે ઘોરાતિઘો૨ પાપ ભવમાર્ગને વિષે ભાતારૂપ છે, અર્થાત્ તે પાપ સંસારની વૃદ્ધિ કરાવનાર છે. ૧.
ઉપરની બાબત અત્યારે ઘણા ગામોમાં, ઘણા જીવોમાં જોવામાં આવે છે તો જેને સંસારનો છેદ કરવો હોય તેણે ઉ૫૨નું ઘોર પાપ છોડી દેવું. સંસારમાં રઝળવું જ હોય તો વાંચક પોતાના આત્માનો માલિક છે.
,
अन्यलिंग कृतं पापं जिनलिंगेन शुद्धति । जिनलिंगकृतं पापं, वज्रलेपोपमं मतं ॥ १ ॥ इति दर्शनशुद्धिप्रकरणे देवभद्रसूरिः
ભાવાર્થ : દર્શનશુદ્ધિપ્રકરણના કર્તા ભગવાન દેવભદ્રસૂરિ પ્રવર કહે છે કે અન્યલિંગે કરેલું પાપ હોય તે જિનલિંગે શુદ્ધિપણાને પામે છે. પરંતુ જિનલિંગને વિષે કરેલું પાપ વજ્રલેપની ઉપમાવાળું થાય છે. જૈનનામધરી જીવોને આ ઉપ૨થી પાપકર્મ બાંધતા બહુ જ વિચાર કરવાનો છે.
पापना भागीदारो
राजदंडभयात्पापं, नाचरत्यधमो जनः ।
परलोक भयान्मध्य: स्वभावदेव चोत्तमः ॥१॥ उपेक्षते समर्थोऽपि यः प्रभुपापचेष्टितं ।
"
बध्यते सोऽपि यः प्रभुपापचेष्टितं ।
?
बध्यते सोऽपि तत्कर्म, कियद्भागानुषंगतः ॥ २ ॥ प्रजाया धर्मषड्भागो, राज्ञौ भवति रक्षितुं । अधर्मस्यापि षड्भागो, जायते यो न रक्षति ॥३॥
Jain Education International
૧૩૧
For Personal & Private Use Only
www.jainelibrary.org