________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
ભાવાર્થ : અધમલોક રાજદંડના ભયથી પાપને કરતો નથી, મધ્યમ પરલોકના ભયથી પાપને કરતો નથી અને ઉત્તમ માણસ પોતાના સ્વભાવથી જ પાપને કરતો નથી. ૧ જે માણસ પોતે સમર્થ છતાં પણ પોતાના સ્વામીના પાપકર્મની ચેષ્ટાની ઉપેક્ષા કરે છે, તો તે ઉપેક્ષા કરનાર પણ તે કર્મના કેટલાયેક ભાગનો ભાગીદાર થઇ. પોતે પણ પાપ કર્મથી બંધાય છે. ૨. પ્રજા જે જે ધર્મ કર્તવ્ય કરે તેનો છઠ્ઠો ભાગ રક્ષણ કરનારા તેના રાજાને મળે છે. અને અધર્મથી પણ નહિ રક્ષણ કરનાર તે રાજાને અધર્મનો છઠો ભાગ મળે છે એટલે રાજા પણ છઠ્ઠા ભાગના પાપનો ભાગીદાર બને છે. ૩. વળી પણ આગમને વિષે કહેલું છે. चक्की विसइ भागं, सव्वेविअ केसवा दसइ भागे । मंडलिया छभागं, आयरिया अध्धमद्धेणं ॥१॥ इति आगमे
ભાવાર્થ : ચક્રવર્તી વીશ ભાગનું અને સર્વે વાસુદેવ દસ ભાગનું તથા માંડલિયા છે ભાગનું અને આચાર્યો અડધો અડધ પુન્ય પાપના ભાગીદારો થાય છે, માટે નાયકો અને સેવકોને પાપપ્રચાર વર્જી પુન્યકર્મના પ્રચારમાં પ્રવૃત્તિ રાખવા ચૂકવું નહિ. એ પ્રકારે આગમમાં તથા વસ્તુપાળ ચરિત્રાના બીજા પ્રસ્તાવને વિષે કહેલું છે.
( વિશ્વાસઘાત મહાપાપ છે.) પાપો-બે પ્રકારના છે. ૧. ગુપ્ત ૨. પ્રગટ. ગુપ્તપાપ બે પ્રકારે છે : ૧. અલ્પ ૨. મહતુ ૧ અલ્પ પાપ કૂડાતોલા માપાદિ ૨. મહતુપાપ વિશ્વાસઘાતાદિ. પ્રગટ પાપ બે પ્રકારે છે. ૧. કલાચારથી ર. નિર્લજપણાથી ૧ કુલાચારથી ગૃહસ્થોને આરંભાદિ અને પ્લેચ્છોને હિંસાદિ ૨. નિર્લજ્જપણાથી યતિવેષ ધારીને તે પ્રગટપણે કરવાથી અનંત સંસાર ઉત્પન્ન થાય છે, કારણ કે શાસનની ઉણના થાય છે તેથી, કુલાચારમાં પણ પ્રગટ પાપ કરે તો કર્મ બંધ થોડો ગુપ્ત કરે
૧૩૨)
૧૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org