________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તો ગાઢ તીવ્રતર બંધ થાય અસત્યપણું જ ધારણ કરે તેથી.
વિશ્વાસઘાત ક્રવા વિષે વિજયપાળની સ્થા. વિશાલા નગરીને વિષે નંદરાજા હતો તેને ભાનુમતી નામની રાણી હતી, વિજયપાલનામનો પુત્ર હતો અને બહુશ્રુત નામનો મંત્રી હતો. રાજા રાણીને વિષે અત્યંત આસક્ત હોવાથી સભાને વિષે તેને પાસે રાખતો. એકદા મંત્રીએ કહ્યું કે હે દેવ ! સભાને વિષે રાણીને પાસે રાખવી ઉચિત નથી. કહ્યું છે કે – अत्यासन्ना विनाशाय, दुरस्थान फलप्रदाः । सेव्या मध्यमा भावेन, राजा वह्निर्गुरुः स्त्रियः ॥१॥ - ભાવાર્થ : રાજા, અગ્નિ, ગુરૂ અને સ્ત્રીયો આ ચારે જો અતિનજીક હોય તો વિનાશ કરનારા થાય છે અને દૂર હોય છે તો ફળને આપનારા થતા નથી, માટે તે ઉપરોક્ત ચારેને મધ્યસ્થભાવથી સેવન કરવાથી ફળને આપવાવાળા થાય છે, માટે રાણીની મૂર્તિ ચિત્રાવીને રાખો: આવી રીતે કહેવાથી રાજાએ મંત્રીના કહેવા પ્રમાણે કર્યું કહ્યું છે કે - स कि सखा साध शास्ति ये धियं, हितान्न यः सं श्रृणुते स कि प्रभुः । सदानुकूलेषु हि कुवर्ते रति, नृपेष्वमात्येषु च सर्वसंपदः ॥१॥
ભાવાર્થ : જે પોતાના સ્વામીને હિતશિક્ષા સારી રીતે ન આપે તે શું મિત્ર કહેવાય ? અર્થાતુ નહિ જ અને પોતાના હિતવચનોને ન શ્રવણ કરે તે શું પ્રભુ કહેવાય ? અર્થાત્ નહિ જ તે કારણ માટે જે રાજા અને મંત્રિયો નિરંતર અનુકૂલ કાર્યને વિષે પ્રીતિને ધારણ કરે, એટલે કે રાજા મંત્રી અરસપરસ એક બીજાના હિતના વચનોને ગ્રહણ કરે તે જ સર્વ પ્રકારની સંપત્તિ ભોગવવાવાળા થાય છે.
હવે એકદા પોતાના ગુરૂ શારદાનંદને રાજાએ પોતાની રાણીનું ચિત્ર બતાવ્યું. તેમણે પોતાનું જ્ઞાન દેખાડવાકહ્યું કે ડાબા સાથળ પ્રદેશ તલ છે તે ચિત્રકારે કરેલ નથી. તે સાંભળી રાજાયે જાણ્યું કે આ મારી
૧33
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org