________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
સ્ત્રીને વિષે લુબ્ધ થયેલ છે, નહિ તો ગુપ્ત ચિહ્ન શાથી જાણે ? એવો વહેમ લાવી મંત્રીને કહ્યું કે શારદાનંદને મારી નાખો. મંત્રીએ વિચાર કરી પોતાને ઘરે લઇ જઈ ભોંયરામાં તેને ગુપ્ત રાખ્યા અન્યદારાજપુત્ર શીકાર કરવા વનમાં ગયો અને ડુક્કરની પાછળ દૂર નીકળી ગયો. સાયંકાળે સરોવરમાં પાણી પીને વાઘના ભયથી એકવૃક્ષ ઉપર ચડી ગયો.તે વૃક્ષના ઉપર એક વ્યંતર અધિષ્ઠિત વાંદરો રહે છે, તેથી મનુષ્યની ભાષા વડે કરીને બોલ્યો કે હે કુમાર ! નીચે વાઘ છે માટે અહીં આવ. એમ કહી પોતાના ખોળામાં માથું મુકાવી તેને સુવાડયો વાઘે રાજકુમારની યાચના કરવા છતાં પણ વાંદરાએ કુમારને આપ્યો નહિ. ત્યારબાદ કુમારે જાગૃત થઈ વાંદરાને પોતાના ખોળામાં માથું રખાવી સુવાર્યો. તેથી વાઘે કુમાર પાસે વાંદરાની માગણી કરી. કહ્યું છે કે - नदीनां च न खिनां च, श्रृंगिणां शस्त्रपाणिनाम् । विश्वासो नैव कर्तव्यः, स्त्रीषु राजकुलेषु च ॥१॥
ભાવાર્થ : નદીયોનો, નખવાળા જાનવરોનો, શીંગડાવાળા પશુઓનો, હાથમાં શસ્ત્ર ધારણ કરનારાઓનો તેમજ સ્ત્રિયોનો અને રાજકુળોનો વિશ્વાસ કદાપિ કાળે કરવો નહિ તો તે કુમાર ! આ વાંદરાનો વિશ્વાસ શો ? માટે લાવ, મને મારું ભક્ષ આપી દઇને નિર્ભય થા. તેથી વાઘના વચનો સાંભળી કુમારે વાંદરાને પડતો મૂકયો. નીચે પડતા વાંદરાએ વૃક્ષની ડાળ પકડી લીધી અને વાંદરાએ કહ્યું કે હે કુમાર ! તું તારું કર્તવ્ય જાણે છે એમ કહી પ્રાતઃકાળે તેને ગાંડો કરી દીધો તેથી વિસેમિરાં શબ્દ બોલતો કુમાર ચારે બાજુ ભટકવા લાગ્યો. તેનો ઘોડો ભયથી ત્રાસ પામી રાજાને ઘરે ગયો.અને રાજાયે તેની શોધખોળ કરાવી ઘરે આણ્યો બહુ ઉપચાર કરતા પણ
જ્યારે કાંઈ પણ ગુણ ન થયો ત્યારે રાજા પોતાના ગુરૂશારદાનંદને સંભારી પશ્ચાત્તાપ કરવા માંડ્યો, અને આત્મનિંદા કરવા લાગ્યો.
૧3૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org