________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પછી રાજાયે પડહ વગડાવ્યો કે જે મારા પુત્રને સારો કરશે તેને અર્ધ રાજય આપીશ મંત્રીએ રાજાને કહ્યું કે મારી પુત્રી કાંઈ જાણે છે, તેથી રાજા પોતાના પુત્રને લઇને મંત્રીને ઘરે ગયો અને પડદો નખાવી શારદાનંદને બેસાર્યા. विश्वासप्रतिपन्नानां, वंचनेका विदग्धता ।। ગંમાસીસુતાનાં, ઇંતુઃ શ્વિનાતપૌરુષમ્ III
ભાવાર્થ : પોતાની વિશ્વાસ પામેલાને ઠગવામાં પંડિતપણું શું અર્થાત્ કાંઈ જ નહિ. ખોળાને વિષે આરોહણ થઈને સૂતેલાને મારનારનું પુરુષાર્થપણું શું અર્થાત્ કાંઈ જ નહિ. આવી રીતે કહેવાથી વિ કાઢી નાખી સેમિરા શબ્દ રાજકુમાર બોલવા લાગ્યો એટલે ફરીથી પડદામાંથી કહ્યું. सेतुं गत्वा समुद्रस्य, गंगासागरसंगमे । ब्रह्महामुच्यते पापै-मित्रद्रोही न मुच्यते ॥२॥
- ભાવાર્થ : સમુદ્રના સેતુ કિનારા ઉપર અને ગંગા સમુદ્રનો સંગમ થાય છે ત્યાં સમુદ્રની પાળે જઈ સ્નાન કરવાથી બ્રહ્મહત્યાનો કરનાર પણ પાપથી મુક્ત થાય છે, પરંતુ મિત્રનો દ્રોહ કરનાર કદાપિકાળે મુક્ત થતો નથી.
આવી રીતે કહેવાથી “સેમિરા'માંથી સે કાઢી નાખી રાજકુમાર મિરા શબ્દ બોલવા લાગ્યો એટલે વળી પાછું પડદામાંથી કહ્યું કે – मित्रद्रोही कृतघ्नश्च,स्तेयी विश्वासघातकः । चत्वारो नरकं यांति, यावच्चंद्रदिवाकरौ ॥३॥
ભાવાર્થ : મિત્રદ્રોહી ૧, કૃતઘ્ની ૨, ચોર ૩, વિશ્વાસઘાતી ૪, આ ચારે જ્યાં સુધી ગગનમાં સૂર્યચંદ્ર રહે છે ત્યાં સુધી નરકને વિષે જાય છે. ૩ આવી રીતે કહેવાથી મિરામાંથી મિ. કાઢી નાખી રાજકુમાર રા. બોલવા લાગ્યો એટલે પડદામાંથી કહ્યું - राजन् ! स्त्वं राजपुत्रस्य, यदि कल्याणमिच्छसि ।
M૧૩૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org