________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
ભાવાર્થ : યાત્રાળુ લોકોએ તીર્થને વિષે યાત્રા કરવા જઈ વિકથા-લહાદિક ન કરવા, ચૌરીન કરવી, ઘાસ-શાક ફલાદિક ચોરવા નહિ. કિંબહુના? લેવડદેવડના અંદર પારકાનું એક તૃણ કે પત્થરની કાંકરી સરિખી પણ ચોરીને ન લેવી તો પછી બીજી વસ્તુ ચોરવાની તો વાત જ શી કરવી ? સબબ કાંઈ પણ કોઇનું અન્યાયથી લેવું નહિ. अन्यदा विहितं पापं, यात्रायां प्रविलीयते ।। यात्रायां तुकृतं पापं, वज्रलेपो भवेद् ध्रुवम् ॥
इति वस्तुपालचरित्रे, पंचम प्रस्तावे ભાવાર્થ : અન્યદા પ્રસ્તાવે બીજી જગ્યાએ કરેલ પાપકર્મ યાત્રાને ઠેકાણે નાશ પામે છે, પરંતુ યાત્રાના સ્થળને વિષે કરેલ પાપ નિશ્ચય વ્રજના લેપ સમાન થાય છે. સર્વે જીવોને ઉપરની બાબત ખાસ ધ્યાન આપવા માટે લેખની વિનંતિ છે. जिनालये पापनिषेध अन्यस्थानकृतं पापं, क्षीयते जिनवेश्मनि । जिनालयकृत पापं, वज्रलेपोपमं भवेत् ॥१॥ अन्यक्षेत्र कृतं पापं तीर्थक्षेत्रे विनश्यति ।। तीर्थक्षेत्रे कृतं पापं, वज्रलेपो भवियति ॥२॥
इति वस्तुपालचरित्रे, चतुर्थ प्रस्तावे ભાવાર્થ : અન્ય ઠેકાણે કરેલ પાપકર્મ જિનાલયને વિષે ક્ષય થાય છે, પરંતુ જિનાલયને વિષે કરેલું પાપકર્મ વજલેપ સમાન થાય છે, માટે જૈન મંદિરમાં પાપકર્મ બાંધનારાઓને બહુ જ સાવચેતી રાખવાની જરૂરી છે.
બીજા ક્ષેત્રને વિષે કરેલ પાપ તીર્થક્ષેત્રને વિષે નાશ થાય છે, પરંતુ તીર્થ ક્ષેત્રને વિષે કરેલ પાપ વજના લેપ સમાન થાય છે. ઘોર પાપ માટે વળી પણ કહ્યું છે કે :
૧30
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org