________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ જ ધનધાન્યાદિ ઋદ્ધિવંત સૂરણ નામના ગોવાળીયાને અત્યંત મૂર્ખાસુરમા નામની માતા હતી. એકદા વર્ષાકાળે ધાન્યાદિકી અભિલાષાથીતે સુરમાના પાસે ઘણા શાસ્ત્રને ભણનારો કેશવ નામનો ભટ્ટ આવ્યો, તેથી તેના પાસે પ્રાતઃકાળથી આરંભીને એક પહોર સુધી મોટો ઘાંટો પાડીને તેના પાસે ભાગવત વાંચવા માંડ્યો, પરંતુ તે જડ છે, તેથી કાંઇપણ જાણતી નથી તેમજ તુષ્ટમાન થતી નથી, તેમજ કાંઇપણ આપતી પણ નથી ઊલટું તેણે પુત્રના પાસે એકદા પ્રસ્તાવે કહ્યું કે હે પુત્ર ! નિશ્ચય આ ભટ્ટને કોઈક મહાન રોગ ઉત્પન્ન થયેલો છે, તેથી આ પ્રાતઃકાળથી માંડીને એક પ્રહર સુધી બરાડા પાડયાકરે છે, પોકારો કર્યા કરે છે, તેનું વચન સાંભળીને મૂર્ખશેખર તે પણ વિચાર કરવા લાગ્યો કે આગળ ઉપર મારો પણ એક પાડો એવી રીતે પોકારો પાડયા કરતો હતો પરંતુ તેને ડામ દેવાથી તેને સમાધિ થઈ હતી, માટે આ ભટ્ટની પણ તે જ પ્રતિક્રિયા કરવાથી તેને શાંતિ થશે. આવી ચિંતવના કરીને પોતાના પુરૂષો પાસે તેના હાથપગ પકડાવીને તેના દશ દ્વારને વિષે ડામ દઈને ચોડી દીધો. આવી રીતે પરાભવને પામેલો ભટ્ટ વિચાર કરવા લાગ્યો કે હા હા ! મૂર્ખને ઉપદેશ કરવાનું ફલ મેં ડામ મેળવવાથી લીધું, એવું ચિંતવન કરી મૌન ધારણ કરી ત્યાંથી પલાયમાન થઈ ગયો. એવી રીતે મૂરખને ઉપદેશ આપવાથીકેવળ અનર્થ જ થાય છે.
( વિવાહ સ્વરૂપ) विशेिषेण संसारभार वहनमेव विवाहः ।
ભાવાર્થ : શાસ્ત્રકાર મહારાજા વિવાહના સ્વરૂપને બતાવવા પ્રથમ વિવાહ શબ્દના અર્થને દેખાડે છે. વિશેષ કરીને સંસારના ભારને વહન કરવો તે જ વિવાહ કહેવાય છે અર્થાત્ વિવાહ કરવાથી સંસારવૃદ્ધિ થાય છે અને દરેક ભવને વિષે અનેક દુઃખોને સહન કરવા પડે છે તે દેખાડે છે તથા પુનીત્તપરીવર્તન , વં સ્વપુખ્યત્વે
M૧૯૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org