________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ किं तया क्रियते लक्ष्म्या, या वधूरिव केवला । या चेवश्येव सामान्या, पथिकैरुपभुज्यते ॥१॥
ભાવાર્થ : તેવી લક્ષ્મીને શું કરવી હતી કે જે કેવલ વધુના પેઠે એકને જ ભોગવવા કામમાં આવે છે માટે વેશ્યાના પેઠે સામાન્ય અગર તમામ માણસોના ઉપભોગમાં આવે તેવી લક્ષ્મી કામની છે. આવી રીતે કહી અરણ્યમાર્ગે તેઓ ચાલતા ચાલતા એક કોઇ જળાશય પાસે પહોંચ્યા ત્યાં તેઓએ સિંહના હાડકા દેખ્યા તે લોકોએ પરસ્પર કહ્યું કે આપણે તમામ પોતપોતાના વિદ્યાની પરીક્ષા કરીએ તો સારું, કારણ કે આ પરીક્ષા કરવાનો વખત સારો છે, આ કોઇ જીવ મરી ગયેલો છે, તેને વિદ્યાથી સજીવન કરવો જોઇએ, ત્યારબાદ એક જણાયે મંત્રના પ્રભાવથી સિંહના હાડકાને સાંધી દીધા, બીજાએ તેના અંદર ચામડી, રૂધિર, માંસ ઉત્પન્ન કર્યા હવે ત્રીજો લેવામાં તેને વિષે જીવ સંસારવાનો ઉપક્રમ કરે છે, અને કેટલામાં મંત્રી ભણે છે તેટલામાં તે ચોથા સારી બુદ્ધિવાળા બ્રાહ્મણે કહ્યું કે હે મિત્ર ! તું આ સિંહને સજીવન ન કર,કારણકે તે જેવો સજીવન થઈ ઉઠયો તુરત આપણને સર્વને ભક્ષણ કરી જશે. ત્યારે ત્રીજાએ કહ્યું કે શું તું મારી વિદ્યાને નિષ્ફળ કરવા ચાહે છે ? એટલે ચોથાએ કહ્યું કે હે મિત્ર ! તારે તું જરા થોડી વાર સબુરીકર કે હું વૃક્ષના ઉપર ચડી જાઉં.એમ કહી જલ્દીથી તે વૃક્ષના ઉપર ચડી ગયો અને તે બ્રાહ્મણે સિંહને સજીવન કરવાથી તુરત તેણે ઉઠીને તે ત્રણે વિદ્યાવાળા પંડિતોનું ભક્ષણ કર્યું અને વનને વિષે ચાલ્યો ગયો ત્યારબાદ તે ચોથો બુદ્ધિમાન હતો, તે સર્વેની વસ્તુઓને લઈને ઘરે ગયો અને સુખી થયો. એવું જાણી વિવેકબુદ્ધિરહિતા વિદ્યા પણ કામની નથી, તેમજ કલ્યાણને કરનારી નથી.
(મૂર્ખતાને વિષે કેશવભટ્ટ ક્યા) ધનાવાસપુરને વિષે ઘણા ગોવાળીયાઓ રહેતા હતા ત્યાં બહુ
૧૯૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org