________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
તેથી બીજા દિવસે પણતેમજ કર્યું. પુરોહિતે પણ તેને બહુ દ્રવ્ય આપીકાઢયો,ત્રીજે દિવસે પણ બહુ દાનનો લોભી થઇને આવ્યો ને બોલ્યો એટલે તે મહામૂર્ખ ભરટક બોલ્યો કે હે પાપીષ્ટ ! શું બોલે છે ? શું કહે છે ? કહી દે ? મેં ધોબીને ઘરે કરંબો ખાધો છે. હવે તારે કાંઇ બીજું કહેવું હોય તો કહી દે. આવી રીતે તેના વચનને સાંભળીને હાસ્ય પૂર્વક બધાએ તેનો તિરસ્કાર કર્યો કે હા હા ! આ દુરાચારી પુરોહિતે અમો બધાને વટલાવી માર્યા. તે સાંભળીરાજાએ પણ તેની બહુ વિડંબના કરી નગરથી બહાર કાઢયો આવી રીતે પોતાની મૂર્ખતાના દોષથી તે બધી જગ્યાએ વિશેષે કરીને દુઃખી થયો.
સિંહને જીવાડનારા ત્રણ મૂર્ખ બ્રાહ્મણોની ક્યા.
એક ગામને વિષે ચાર બ્રાહ્મણો હતા અને તેઓ અરસપરસ પરમ પ્રીતિભાવ યુક્ત હતા. તેના મધ્યે ત્રણતો શાસ્ત્રોને જાણવાવાળા હતા, અને ચોથો પણ અત્યંત સારી બુદ્ધિવાળો હતો. એકદા પ્રસ્તાવે તે ચારે જણા અરસપરસ કહેવા લાગ્યા કે અહો ! જેનાથી રાજાને રંજ કરી ઘણી લક્ષ્મી ઉપાર્જન કરીએ તે જ વિદ્યા ગુણ કહેવાય છે તે માટે આપણે સર્વે ધન ઉપાર્જન કરવા માટે પૂર્વ દિશાને વિષેગમન કરી એ એમ કહીને તે ચારે બ્રાહ્મણો પૂર્વદિશાતરફ ચાલ્યા માર્ગે ચાલતા તેમાંથી એક પંડિતે કહ્યું કે આચોથો અત્યંત મૂર્ખ છે,પોતાના આત્માને ફક્ત સારી બુદ્ધિમાનવાવાળો છે, કેવળ બુદ્ધિને જ જાણે છે, માટે આને આપણે સાથે લેવો લાયક નથી. તે સાંભળી બીજો પંડિત તે ચોથાને કહે છે કે હે બ્રાહ્મણ !તારા પાસે વિદ્યા નથી, માટે તું ઘરે ચાલ્યો જા.તે વખતે ત્રીજો પણ બોળ્યો કે આને આવવા માટે નિષેધ ન કરવો, કારણ કે બાલ્યાવસ્થાને વિષે પણ હું આના સાથે ક્રીડા કરીને મોટો થએલ છું તે કારણ માટે તે પણ સુખેથી ભલે આપણાસાથે આવે. આપણે દ્રવ્ય ઉપાર્જન કરશું તેમાં તેનો પણ ભલે ભાગ હો ! કહ્યું છે કે
Jain Education International
૧૯૭
For Personal & Private Use Only
www.jainelibrary.org