________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પુરોહિતના પાસે તારી કળાદેખાડ. તેના વચનવડે કરી રાજા તને ઘણું દાન આપશે.તે સાંભળીને કુશલ નટ પુરોહિતને ઘરે જઇને સમગ્ર લોકોથી પૂર્ણ તેની સભાને વિષે જઇને વિશેષ પ્રકારે વિસ્મયને કરનારી અને નાના પ્રકારના વેષો કરવા વડે કરી મનોહારી, તથા નાના પ્રકારના પુરોહિતના પુરૂષોના ચરિત્રને વિસ્તાર કરવાવાળી તેમજ પૂર્વના શાસ્ત્રોને અનુસરનારી એવી પોતાની કળાને દેખાડી, પરંતુ ચિત્રાને વિષે આળેખેલા ચિત્રના પેઠે તે કલાને કાંઈ પણ જાણી નહિ, પોતે હર્ષને ન પામ્યો, તેમજ સંતુષ્ટ પણ ન થયો. ત્યારબાદ તે નટ ખેદ પામીને રાત્રીને ચોથે પહોરે પણ નાચતો અત્યંત ખેદને પામ્યો ને ઈશ્વરના વેષથી નાચવાનું કરીને તૈયાર થયો. તેણે હાથમાં મનુષ્યની ખોપરી ધારણ કરી, હાથમાં, કાનમાં સર્પોને ધારણ કર્યા, કંઠને વિષે રૂંડમાળા નાંખી, ત્રીજા નેત્ર સહિત દેદીપ્યમાન લલાટ કર્યું, ખોળાને વિષે પાર્વતીનું રૂપ ધારણ કર્યું, મહામાયાને પ્રગટ કરી હાથીના ચામડામાંથી રૂધિરના બિંદુ ઝરતા હતા તેને કમ્મરે બાંધી તેમજ શરીર ઉપર બહુ ભસ્મને ચોળીને પીળી જટાજૂટને ધારણ કરીને તથા શરીરના તેજથકી સૂર્યના પણ તેજને જેણે જીતેલ છે. તેવા શરીરથી તેમજ મસ્તકને વિષે ગંગાના પ્રવાહને ધારણ કરી, ચંદ્ર, ચંદન, મોતી, કપૂરની સમાન ઉજજવલ કાયા ધારણ કરીને તથા ઉંચા શીંગડાવાળા બળદના આસન ઉપર બેસીને મહાદેવના ભક્તને પુરોહિતના મનની તુષ્ટિને માટે બોલ્યો કે ભરડકચરિયું પવખામિ. એ સાંભલી આ પાપી ધોબીને ઘરે ખાધેલ કરંબાનું મારું ચરિત્ર રખેને કોઇને કહે એવું જાણીને તેનો અવસર ભાંગવાને માટે તેને ઘણું સુવર્ણાદિદાન આપ્યું, તેથી તે દાન ઘણું હતું તેને દેખ્યા છતાં પણ સભાના લોકોએ તેને બહુધનાદિક આપ્યું. તેથી તે નટે વિચાર કર્યો કે મહાદેવના ચરિત્રના પ્રારંભમાં જ આવું દાન ભરટકે આપ્યું, તો તેનું ચરિત્ર પૂર્ણ કહેવાથી તો કેટલું દાન આપશે તે હું જાણતો નથી,
ન ૧૯૬
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org