________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કે પૂર્વસૂરિએ કહ્યું છે કે ૮. જે માણસ ધર્મોપકરણ વિના પણ એ ઉપરોક્ત દોષોને વર્જે છે તેને જિનકલ્પીપણું ગ્રહણ કરવું યુક્ત છે, કારણ કે તે જિનના પેઠે તમામ આદરવાને શક્તિમાન હોય છે ૯. વળી તે પણ વ્રજઋષભનારાચસંઘયણવાળો હોય તે જ કરી શકે છે, બીજો નહિ.
આવી રીતે કથન કર્યા છતા પણ શિવભૂતિ વસ્ત્રનો ત્યાગ કરી ચાલી નીકળ્યો. તે સમયે ઉત્તરા નામની તેની બહેન તેને વંદન કરવાને માટે આવી હતી. તેણે પોતાના ભાઈને, સર્વ વસ્ત્રોને ત્યાગ કરી જતો જોઈ તેણી પોતે પણ સર્વ વસ્ત્રોને ત્યાગ કરી તેના પાછળ ચાલી. તેને નિર્વસ્ત્રા દેખી, એક ગણિકાએ વિચાર કર્યો કે, લોકો આનો દેદાર દેખી અમારાથી વિરક્ત થશે, તે ન થાઓ ! એમ ચિંતવન કરી તેણીના ઉપર એક સાડી નાખી તે ઇચ્છતી નથી તેથી તેના ભાઇએ કહ્યું કે દેવતાએ આપેલ છે, માટે તેને તું ગ્રહણ કર, કારણ કે તમારે સ્ત્રી જાતિને મોક્ષ નથી માટે ગ્રહણ કરવામાં બાધ નથી તેથી તેણીયે રાખી, અને હાલમાં પણ એમ જ છે. તે શિવભૂતિને કૌડિન્ય, કોટ્ટવિરક બે શિષ્યો થયા. એ પ્રકારે પરંપરાથી તેની વિશાલતા થઈ. એવી રીતે કેટલાકો બોધિસુલભતાને પામીને પાછા મિથ્યાત્વના ઉદયને લઇને પ્રાપ્ત કરેલ બોધિબીજને નષ્ટ કરે છે. એવી રીતે કેટલાકો બોધિબીજને પામીને પણ, અને તીર્થકર માહરાજાના દેખતા છતા પણ મોહરૂપી અંધકારથી બાધા પામી, અફળાઈને નીચે પડે છે, અને સંસારરૂપી વિકટુ કૂવાને વિષે પડેલા તેઓને ધારણ કરવાને ઉદ્યમ, તથા પડેલાને બહાર કાઢવાનો ઉદ્યમ, પછી કોઇપણ પ્રકારે હાથમાં આવી શકતો નથી, એવી રીતે આઠમો નિcવ થયો.
ગુણોને વિષે આદર નાર પુરંદર રાજાની ક્યા
વાણારસી નગરીને વિષે વિજયસેન નામનો રાજા રાજ્ય કરતો હતો.તેને એક કમલા નામની અને બીજી માલતી નામની બે રાણીઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org