________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ હતી. તેમાં કમલાનો પુરા ગુણી-ગુણરાગી સુશીલ હતો. એકદા તે પુરંદરે માલતી રાણીને રાગાંધ તથા પોતાને વિષે રક્ત જાણીને પોતાના શીયલનું રક્ષણ કરવા માટે દૂર દેશે ગયો. રસ્તામાં ચાલતા તેને એક બ્રાહ્મણ મલ્યો ત્યારબાદ આગળ ચાલતા તે પુરંદરે પોતાના પૂર્વ વૈરી વજનાભ પલ્લિપતિને જીત્યો. ત્યારબાદ બ્રાહ્મણ યુક્ત તે નંદીપુરે ગયો. ત્યાં એક સિદ્ધપુરૂષે તેને વિદ્યા આપી. તે વિદ્યા નિરંતર હજાર સુવર્ણ મહોર આપે છે. ત્યારબાદ કુમારની અત્યંત પ્રાર્થનાથી તે સિદ્ધ પુરૂષે અત્યંત અયોગ્ય એવા બ્રાહ્મણને પણ વિદ્યા આપી. ત્યારબાદ તે બ્રાહ્મણ વિદ્યા લઈને ક્યાંઇક ગયો. ત્યારબાદ શુદ્ધ બ્રહ્મચર્યને ધારણ કરનાર તે કુમારે તે વિદ્યા સાધી, તેથી તુષ્ટમાન થયેલી વિદ્યા દેવીએ કુમારને કહ્યું કે હે કુમાર ! તે બ્રાહ્મણ કયાં ગયો, એવી તાહારે ચિંતવના ન કરવી. સમયે બધું જણાઈ આવશે, આવી રીતે કહીને તે દેવી પોતાને સ્થાને ગઇ કુમાર પણ બ્રાહ્મણને નહિ દેખવાથી, દુઃખી થઈને નંદિનીપુરે ગયો. ત્યા વિદ્યાઓ આપેલા સુવર્ણના પ્રભાવથી સુખી થઇને તે રહ્યો ત્યાં મંત્રીના પુત્ર શ્રી નંદનના સાથે તેને મિત્રતા થઈ. તે નગરનો સુર નામનો રાજા છે, બંધુમતી નામની તેને પુત્રી છે. તેણીનું કોઈ એક વિદ્યાધરે હરણ કર્યું તેથી રાજા અત્યંત દુઃખી થયો, તેથી શ્રી નંદનના વચનવડે કરી રાજાયે વિદ્યા બલીષ્ટ તે પુરંદર કુમારને બોલાવ્યો, અને કહ્યું કે હે પુરૂષ વિદ્યાના બળથી મારી પુત્રીને તું લાવી આપ. ત્યારબાદ કુમારે વિદ્યાનું સ્મરણ કરવાથી આવેલી વિદ્યા દેવીયે બનાવેલા વિમાનમાં તે બેઠો, અને ધવલકૂટ પર્વતે ગયો. ત્યાં ચૂડામણિ વિદ્યાધરને તે કન્યાની પ્રાર્થના કરતો દેખ્યો, તેના જોડે યુદ્ધ કરીને કુમારે તે વિદ્યાધરને જીત્યો, તેથી તે વિદ્યાધરની સાથે કુમારને મિત્રાઈ થઇ. કુમારે પણ તેને પરસ્ત્રીનો નિયમ આપ્યો. ત્યારબાદ તે કન્યાને લઇને કુમાર નંદીપુરે ગયો, તેથી સંતુષ્ટ થયેલા રાજાયે તેને તે પોતાની પુત્રી
૮0.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org