________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ બંધુમતી આડંબરથી પરણાવી. ત્યારબાદ મોટી વિભૂતિ સહિત મહાન આડંબરથી વાણારસી નગરીમાં આવીને પોતાના માતાપિતાને મળ્યો. એવામાં ત્યાં જૈન ગુરૂ આવ્યા, તેના પાસે ધર્મદેશના સાંભળીને વિજય રાજાયે વૈરાગ્યથી દીક્ષા લીધી. ત્યારબાદ પુરંદર રાજા થયો. કમલા તથા માલતીયે પણ પોતપોતાના દુષ્ટકૃત્યની આલોચના લઈને દીક્ષા લીધી. હવે તે પુરંદર રાજા રાજય કરવા લાગ્યો એક દા પ્રસ્તાવે ગોખમાં બેઠો હતો તેવામાં રસ્તાને વિષે કુષ્ટી થયેલા તે બ્રાહ્મણને જતો દેખ્યો તેને તેવા પ્રકારે જતો દેખીને પુરંદર રાજાયે દેવીને બોલાવી પૂછયું કે આ શું થયું? એટલે વિદ્યાદેવી બોલી કે હે રાજનું ! આ બ્રાહ્મણ ગુણનો મત્સર કરનાર, ગુણીનો દ્વેષ કરનારો છે, અને ગુણી લોકોની હાંસી કરવાવાળો છે, તેથી ક્રોધ પામીને મેં જ તેની વિડંબના કરી છે. ત્યારબાદ રાજાએ બહુ ઉપરોધ કરવાથી દેવીએ તે બ્રાહ્મણને નિરોગી કર્યો. ત્યારબાદ પુરંદર રાજાએ દીક્ષા લીધી અને કર્મ ક્ષીણ કરવા નિમિત્તે પ્રતિમા અંગીકાર કરી નગરની બહાર કાઉસ્સગ્ન ધ્યાને રહ્યા, ત્યાં વજભુજ નામના પલ્લિપતિએ તેની ચારે બાજુ અગ્નિ પ્રજવલિત કરી ઉપસર્ગ કરવાથી કેવળજ્ઞાન પામી મુક્તિને વિષે ગયા. चंदनं चतुरद्वारं, चामरं चीरचन्द्रमाः । चंपकं चतुरा नारी, ग्रीष्मे सप्तसुखावहाः ॥१॥
ભાવાર્થ : ચંદન ૧, પવન આવે તેવું ચાર દ્વારનું ઘર, ૨, ચામર ૩, ચીર ૪. ચંપો. ૫. ચંદ્રમાં ૬. ચતુર સ્ત્રી ૭. આ સાતે ઉનાળાની ઋતુમાં સુખને કરનારા છે. जननी जन्मभूमि च, जानवी च जनार्दनः ।। जनक:पंचमश्चैव, जकारा पंच दुर्लभाः ॥१॥
ભાવાર્થ : જનની ૧, જન્મભૂમિ ૨, ગંગા નદી ૩, કૃષ્ણ મહારાજા ૪ અને પિતા પ. આ પાંચ કાર પ્રાપ્ત થવા દુર્લભ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org