________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ઘરે લાવ્યા પછી જેમ જેમ અનુભવ થાય છે તેમ તેમ બહુજ ખેદ કરે છે, આર્તધ્યાન કરે છે, હવે હું શું કરું ? કયાં જાઉં ? કોના પાસે પોકાર કરું હે ઇશ્વર ! હું હવે નિર્વાહ કેવી રીતે કરીશ ! હે ભગવન્! મને તું આ સ્ત્રીરૂપી પરિગ્રહથી મુક્ત કર ! હે પરમેશ્વર ! આ ગૃહપાશથકી મુક્ત કર ! મુક્ત કર ! મને તો તમારું જ શરણું છે. ઈત્યાદિ અત્યંત વિલાપ કરતો આર્તધ્યાનને વશ થયેલો ઘોરાતિઘોર સંસારને વિષે ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે, પરંતુ પ્રથમથી જ લોકો બોધ પામતા નથી એ પ્રકારે વિવાહનું સ્વરૂપ કહ્યું.
વાસ્તવિક રીતે દીર્ઘ દૃષ્ટિથી જોતાં મનુષ્યો જો વિચાર કરે તો પાણિગ્રહણમાં કેવળ દુઃખ જ છે. પ્રથમ એકાકી માણસ હોય ત્યારે ફક્કડ તેમજ કોઈ પણ પ્રકારની ચિંતા રહિત હોય છે. પાણિગ્રહણ બાદ એકના બે અને બેના ચાર થયા પછી આ જીવ તમામ બાબતની કેવલ લાભની લાલસામાં પડવાથી તથા તમામના રક્ષણ અને ઉદરપોષણની ઉપાધિમાં રક્ત રહેવાથી સંસાર વ્યવહાર માર્ગ ધર્મમાર્ગ જ્ઞાનમાર્ગ પોતાના ઉદ્ધારનો માર્ગ ભૂલી જઈ મારી સ્ત્રી મારું ઘર મારા બચ્ચા મારી લક્ષ્મી કરી કરીને મરે છે. તેનું મૂળ કારણ એક વિષય વાસના જ છે, એક વિષયને લઈને જ આટલું બધું દુઃખ અને ભવની પરંપરાને સાથે લે છે અને સ્ત્રીઓ પણ એક જ વિષય વાસનાને લઈને જ ગર્ભાવાસના દુ:ખ, બાળ બચ્ચાના મળ મૂત્ર મેલ વિગેરેને ચુંથી તેમજ ચુલો સ્કવો, તાપ,સહન કરવો, ધૂમાડો ખાવો, દળવું, ભરડવું, ખાંડવું, લુગડા ધોવા, ખાટલા પાથરવા, ઉપાડવા, એઠવાડો કાઢવો,પાણી ભરવું, ગળવું, ઘરનું તમામ કામકાજ કરવું વિગેરેમાં જે જે કષ્ટો થાય છે તે સર્વને સહન કરે છે, પરંતુ વિષયવાસના ન હોય તો આ ઉપરોક્ત પૈકી કોઇપણ દુઃખ બન્ને જણા ભોગવી શકતા નથી, વળી અરસ પરસ પોતાની માંદગીથી, બાળબચ્ચાની માંદગીથી સ્વજનવર્ગની માંદગીથી, બીજી કોઈ પણ
૨૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org