________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ આપત્તિથી આ જીવો રાત્રિદિવસ શોક સંતાપને ધારણ કર્યાથી બળ્યાઝળ્યા રહે છે, અને લક્ષ્મી વિના ઘરબાર, લુગડા, લત્તા, ખાવાપીવા પહેરવા, ઓઢવા વિગેરેનું અને સંસારવ્યવહારમાં પણ પૈસો પાસે નહિ હોવાથી લગ્ન, સીમંત આણા પરિયાણા અને લેવડ દેવડને પ્રસંગે આ જીવોઆર્તધ્યાન કરી ખાધું પીધું કોલસા કરી દારૂણ દુ:ખ ભોગવે છે. આ સર્વ પ્રતાપ પાણિગ્રહણનો જ છે માટે તેનાથી જે ચેતે છે તે જ દુઃખથી બચે છે.
(ગીના પરાભવને વિષે વયજી દૃબીની ક્યા)
ભાણવાટકનામના ગામને વિષે જયંત નાનો એક કુટુંબીક રહેતો હતો.તેને અત્યંત કઠોર વાઘણના સમાન ઘોર રૂપવાળી, કલેશ કરવામાં દુઃખે કરીને વારણ કરી શકાય એવી,કુશને વિષે કલંકને ઉત્પન્ન કરનારી, માયા કપટ કરનારી, પોતાના સ્વામીના ઉપર
સ્નેહવર્જિત વયજી નામની સ્ત્રી હતી તે પતિના સાથે તેમજ પરિવારના સાથે કાયમ કલેશકરતી હતી. કિંબહુના ? પતિ તો કલેશનકંદને ઉત્પન્ન કરનારી હોવાથી તેના માટે પોતાના પ્રાણને પણ અર્પણ કરી દે તેવો હતો. આવી રીતે નિરંતર તે બન્ને જણા અરસ પરસ એક બીજાના મર્મને ઊઘાડતા કલેશને કરતા તેના લેશમય શબ્દોથી અત્યંત ઇતરાજી થઈ, કાયર થઈ, તેના સમીપ ભાગને વિષે રહેલાવડવૃક્ષના ઉપર વસનારો કોઇક ભૂત ત્યાંથી નાશીને કોઇક બીજા નગરની સીમને વિષે રહેલ સરોવરના કાંઠા ઉપર રહેલ વડવૃક્ષ ઉપર વાસ કરીને રહ્યો એવામાં જયંત પણ બારીથી ઉદ્વેગ પામીને રાત્રિએ નાસીને ભમતો ભમતો તે જ સરોવરની પાળ ઉપર રહેલ ભૂતાધિષ્ઠિત વડવૃક્ષના નીચે આવીને રહ્યો ત્યારબાદ તે ભૂતે પણ તેને ઓળખીને અને પાડોશીની પ્રીતિવડે કરીને, પ્રગટ થઇને સ્વાગતપૂર્વકર યથોચિત તેની આગતાસ્વાગતા કરી. ત્યારબાદ તું કોણ છે ? આવો પ્રશ્ન જયંતે કરવાથી તે બોલ્યો કે હે મિત્ર ! તારા ઘરના
M૨૦૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org