SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ નજીક ભાગમાં રહેલ વડવૃક્ષને વિષે નિવાસ કરનાર હું ભૂત છું, તારી સ્ત્રીના કલેશમય વચનોથી ઉદ્વેગ પામીને અહીં આવીને વસેલો છું. તે કારણ માટે હું તારો સત્કાર કરું છું. હવે તું સાંભળ અહીં જે રાજપુત્રી રમે છે, તેને હું વલગુ છું. તે તારા સ્પર્શ કરવાથી જ નિરોગી વળગાડ રહિત થશે. તેથી તુષ્ટમાન થયેલો રાજા તને ઘણું ધન આપશે, આવી રીતે કહીને ત્યાં ક્રિડા કરનારી રાજપુત્રીને ભૂત વળગ્યો તે વાત જાણીને તે સમયે રાજાએ નગર મધ્યે પડહ વગડાવ્યો કે જલ્દીથી કોઈ મારી પુત્રીને સજજ કરશે તેને હું ઇચ્છિત ધન આપીશ, તે સાંભળી જયંત તે પટને સ્પર્શ કરીને રાજાએ આપેલા ધનને મેળવી સુખી થયો. અન્યદાતે જ ઠેકાણે રમતા એવા એક મનોહર રૂપવાળા સાથે વાહના છોકરાને તે જ ભૂતે ગ્રહણ કરેલ જાણી અને તે જ પ્રકારે સજજન કરવા આવેલ જયંતને દેખીને ભૂત બોલ્યો કે હે જયંત ! તું અહીં શું કામ આવેલ છે ? હું આને છોડનાર નથી, તે સાંભળી બુદ્ધિ ઉત્પન્ન થવાથી જયંત બોલ્યો કે તું અહીંથી જલ્દી નાશી જા, કારણ કે મારી સ્ત્રી વયજી આવી છે, તે તું મારો મિત્ર હોવાથી તને હું કહેવા માટે આવેલ છે. આવી રીતના વચન સાંભળી ત્યાંથી ભૂતે કાકનાશ-પલાયન કર્યું અને જયંતે સાર્થવાહ પાસેથી પણ ઘણું ધન મેળવ્યું. सङ्गम १ कालसोरिअ २ कविला ३ इंगाल ४ पालयादोवि ६ M છેલ્વે મળી, ૩ઃાનવરો વેવ II इति आगमे तथा उपदेशरत्नाकरे ભાવાર્થ : સંગમ દેવતા ૧, કાલકસૂરિયોકસાઇ ૨, કપિલાદાસી ૩,અંગારમર્દન આચાર્ય ૪, બે પાલક પ-૬ તથા ઉદાઈ રાજાને મારનાર કુલ સાત અભવ્યો થયા છે आगमे देशनानिषेध सावज्जण वज्जाणं, वयणाणं जो ण जाणइ विसेसं । ૨0૫ ભાગ-૬ ફર્મા--૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005492
Book TitleVividh Vishay Vicharmala Part 06
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy