________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ નથી, માટે જે શુભાશુભ કર્મો કરેલ હોય તેને અવશ્ય ભોગવવા જ પડે છે.
હવે કર્મ ક્ષય કરવા ઉદ્યમ કર્યો છતે એક જબરજસ્તભેંશ અર્થાત જમની બહેન હોયની શું ? તેવા બળ યુક્ત એક ભેંશ આવી અને ઉંચા તીણ શીંગડાવડે કરીને, પગવડે કરીને, ખુર વડે કરીને, મુખવડે કરીને, કમ્મરમાં, પગમાં ઘર્ષણ કરી સાધુને પૃથ્વી ઉપર પાડયાં, તેના ઉપર પગ મુકયાં તથાપિ તે ધ્યાનથી ચલાયમાન ન થયા, કારણ કે મહાસત્ત્વવાળા શ્રાવકો પણ ઉપસર્ગથકી ચલાયમાન થતાં નથી, તો પછી સાધુઓનું શું કહેવું ? તે માટે ઉપદેશમાલામાં કહ્યું છે કે - देवेहिं कामदेवो, गिही वि चालियओ तवगुणेहिं । मत्तभुयंगमरकस-घोरटट्हासेहिं ॥१॥
ભાવાર્થ : ધ્યાનારૂઢ થયેલ કામદેવ ગૃહસ્થને દેવતાએ મદોન્મત સર્પ, હાથી, રાક્ષસનાં ઘોર અટ્ટહાસ્યથી ઉપદ્રવ કર્યો પણ ચલાયમાન ન થયો. પ્રાત:કાળે ઉપસર્ગ શાંત થયો ત્યારબાદ સંધ્યાને વિષે ફરીથી પણ એક ભેંશ આવી અને તેનો એક પાળક આવીને મુનિને કહે છે કે – “હે સાધુ ! દૂર જા દૂર ! મારી ભેંશ મારકણી છે તે તને મારશે.” એમ કહી આરાવડે કરી માર માર્યો. ત્યારબાદ ત્રીજે દિવસે બહુ ભેંશો મળી સાધુને ઉપદ્રવ કરે છે. ચોથે દિવસે ભેંશ મનુષ્યની ભાષામાં બોલી કે હે સાધુ ! તું સ્તનપાન કર, મારું દૂધ પી. એમ કરી કદર્થના કરી. આવી રીતે ઉપદ્રવ કરી પંદર દિવસો વ્યતીત કર્યા ત્યારબાદ લોકો પણ આ રાક્ષસ છે, પિશાચ છે, પ્રેત છે, ચોર છે, એમ બોલી નિરંતર મુનિને કદર્થના કરવા લાગ્યા. ત્યારબાદ ભગવાન મહાવીર મહારાજા પાસે આવ્યા અને ભગવાને તેનો પૂર્વભવ કહ્યો.
આ ભવથી સોમે ભવે તું ગોવાળીયાનો બાળક હતો અને મહાજનની ગાયો, ભેંશો, બકરીઓ ચારવાને માટે તું જતો હતો. ત્યાં એક ભેંશ દુષ્ટ છે. તે ધીમે ધીમે ચાલે છે તેને આરાવડે કરી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org