________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વ્યાકરણ, તર્કશાસ્ત્રાદિમાં પારગામી છે. પોતે ભણે છે ને છાત્રોને ભણાવે છે. એકદા લોકના મુખથી સાંભળ્યું કે “આજે સર્વજ્ઞ આવેલ છે.” બ્રહ્મ જાણ્યું કે સર્વ નાનાતિ સ સર્વક્ષઃ કહેવાય હું તો કિંમ્ જાણું છું, તે કારણ માટે સર્વજ્ઞ પાસે તેનું શાસ્ત્ર મારે ભણવું જોઇએ. જેથી કરીને હું પણ સર્વજ્ઞ થાઉં” એવું ચિંતવન કરી શ્રી વર્ધમાનસ્વામી પાસે ગયો. તે અવસરે સ્વામી કોઈનાં પૂર્વભવનું વર્ણન કરે છે તે સાંભળી તે અત્યંત ચમત્કાર પામ્યો કે આ જરૂર સર્વજ્ઞ છે જે માટે કહેલું છે કે - विद्यादंभः क्षणस्थायी, क्रियादंभो दिनत्रयम् । धनदंभो मासमेकं तु, स्त्रीदंभोऽयं त्रिवार्षिकः ॥१॥
ભાવાર્થ : વિદ્યાનો દંભ ક્ષણવાર સુધી રહે છે, ક્રિયાનો દંભ ત્રણ દિવસ ટકે છે, પૈસાનો દંભ એક માસ રહે છે, સ્ત્રીનો દંભ ત્રણ વર્ષ રહે છે.
ત્યારબાદ પર્ષદા ઉઠયા પછી બ્રહ્મ કહ્યું કે “હે સ્વામિન્ ! સર્વજ્ઞપણું ઉત્પન્ન થાય તેવું શાસ્ત્ર મને ભણાવો.” સ્વામિયે કહ્યું કે “જયારે દીક્ષા ગ્રહણ કરો ત્યારે સર્વજ્ઞપણું પ્રાપ્ત થાય.” ત્યારબાદ સર્વજ્ઞપણું પ્રાપ્ત કરાવનાર શાસ્ત્ર ભણવાને માટે તે શ્રી વીરસ્વામીનો શિષ્ય થયો. અગીઆર અંગ ભણી ગયો, પણ સર્વશપણું પ્રાપ્ત કરાવનાર શાસ્ત્ર ભણવાને માટે તે શ્રી વીરસ્વામીનો શિષ્ય થયો. અગીઆર અંગભણી ગયો, પણ સર્વશપણું પ્રાપ્ત ન થયું. એટલા સમયમાં જિનશાસનને વિષે શ્રદ્ધા ઉત્પન્ન થઇ, એટલો સમય-પ્રભુનો દ્રવ્ય શિષ્ય હતો, હવે ભાવ શિષ્ય થયો, ફરીથી કાલાંતરે ભગવાનને પુછયું કે “હું કયારે સર્વજ્ઞ થઇશ” ભગવાને કહ્યું કે – कृतकर्मक्षयो नास्ति, कल्पकोटीशतैरपि, अवश्यमेव भोक्तव्यं, कृतकर्म शुभाशुभम् ॥१॥
ભાવાર્થ : કલ્પકોટી-સંકડા સુધી પણ કરેલા કર્મનો નાશ થતો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org