________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ तावद्वर्षसहस्त्राणि, स्वर्गे विद्याप्रदो भवेत ॥६३।। यावंत्यः पंक्तयस्तत्र, पुस्तकेऽक्षरसंश्रिताः । तावंती नरकात्कल्पानुधृत्य नयते दिवि ॥६४॥
इति लोकिकशास्त्रे वस्तुपालचरित्रे चतुर्थप्रस्तावे
ભાવાર્થ : શાસ્ત્ર પાપરૂપી રોગનું ઔષધ છે, શાસ્ત્ર પુન્ય કર્મ બંધનના કારણભૂત છે. શાસ્ત્ર સર્વ જગ્યાએ ગમ કરનાર ચક્ષુરૂપ છે શાસ્ત્ર સર્વાર્થને સાધનાર છે. ૬૧
કૃષ્ણ મહારાજા કહે છે કે-હે અર્જુન ! જેમ પ્રજવલિત અગ્નિ લાકડાને ભસ્મીભૂત કરે છે તેમ જ્ઞાન રૂપી અગ્નિ સર્વ કર્મને બાળી ભસ્મીભૂત કરે છે. ૬૨
શાસ્ત્રના સમૂહને વિષે જેટલા અક્ષરોની સંખ્યા હોય છે તેટલા હજાર વર્ષ સુધી વિદ્યા આપનાર સ્વર્ગને વિષે વાસ કરે છે. ૬૩.
પુસ્તકને વિષે જેટલી અક્ષરની પંક્તિયો હોય છે તેટલા વર્ષવાળા નારકીના જીવોનો ઉદ્ધાર નરકથકી કરીને સ્વર્ગને વિષે લઈ જાય છે. ૬૪. એ પ્રકાર લૌકિક શાસ્ત્રને વિષે પણ કહેલું છે
ઇતિ વસ્તુપાલ ચરિત્રે ચતુર્થ પ્રસ્તાવે. સુજ્ઞ જીવોને એ પ્રકારે સ્વપરશાસ્ત્રોના ઉલ્લેખો વાંચી શાસ્ત્રશ્રવણ, પઠન, મનન તરફ જે અરૂચિ ઉત્પન્ન થયેલ હોય તેને તે અરૂચિ ત્યાગ કરી ખાસ કરીને રૂચી કરવાની આવશ્યકતા છે.
(બ્રહ્મસાધુનું દેટાન્ત (9)) એકદા શ્રી વર્ધમાનસ્વામી સર્વ સાધુનાં પરિવાર સાથે વિચરતાં વિચરતાં અપાપાનગરીને વિષે સમવસર્યા. તે નગરને વિષે ઘણા બ્રાહ્મણો વસે છે ત્યાં એક વસુભૂતિ નામનો ચૌદ વિદ્યાનો પારગામી બ્રાહ્મણ છે. તેનો પુત્ર બ્રહ્મ વેદ, પુરાણ, શ્રુતિ, સ્મૃતિ, શિક્ષકલ્પ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org