________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ शास्त्रे भक्तिर्जगवंद्यैर्मुक्तिदूतिपरोदिता । अत्रैवेयमतो न्यायात्तत् प्राप्त्यासन्नभावतः ॥५॥ श्रुत्वा धर्म विजानाति, धृत्वा त्यजति दुर्मतिम् । श्रुत्वा ज्ञानमवाप्नोति, श्रुत्वा मोक्षं च गच्छति ।।६।।
ભાવાર્થ : (૧) નિકટભવી બુદ્ધિમાન અને શ્રદ્ધારૂપી લક્ષ્મીયુક્ત મહાનુભાવ જીવ પરલોકની વિધિને વિષે શાસ્ત્ર થકી પ્રાયઃ કરીને અન્યની અપેક્ષા રાખતો નથી અર્થાત્ ઉત્તમ જીવ પરલોકના કલ્યાણ માર્ગને શાસ્ત્રથી જ જાણે છે. (૧) ઉપદેશ વિના પણ લોકો અર્થ કામ બને અંગીકાર કરે છે, પરંતુ ધર્મ તો શાસ્ત્ર વિના જાણી શકતો નથી, એવું જાણી શાસ્ત્રને વિષે આદર કરવો તે હિતાવહ છે. (૨) શાસ્ત્ર તે પાપરૂપી રોગનું ઔષધ છે, શાસ્ત્ર તે પુન્ય કર્મબંધનના કારણભૂત છે. સર્વ જગ્યાએ ગમન કરનાર ચક્ષુરૂપ શાસ્ત્ર છે, તેમજ શાસ્ત્ર સર્વાર્થને સાધનાર છે. (૩) જેમ મલિન વસ્ત્રને પાણી અત્યંત શુદ્ધ કરનાર છે તેમ અંતઃકરણને શુદ્ધ કરનાર શાસ્ત્ર જ છે. આવી રીતે પંડિત પુરૂષો જાણે છે કકહે છે. (૪) જગવંદ્ય શ્રીમાન જિનેશ્વર મહારાજાયે શાસ્ત્રને વિષે જે ભક્તિ છે તેને મુક્તિની ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ દૂતી કહેલી છે. એ ન્યાયથી અહીંઆ નજીકમાં અતિભાવથી જો તે શાસ્ત્રને વિષે ભક્તિ પ્રાપ્ત થાય તો મુક્તિપણ નજીકમાં છે તેમાં કાંઈ શંકા કરવા જેવું નથી. (૫) શાસ્ત્રને શ્રવણ કરીને ધર્મને જાણે છે, તથા શાસ્ત્રને શ્રવણ કરીને દુર્મતિનો ત્યાગ કરે છે, તથા શાસ્ત્રને શ્રવણ કરીને જ્ઞાનને પ્રાપ્ત કરે છે તેમજ મોશે પણ જાય છે. पापामयौषधं शास्त्र, शास्त्र पुन्यनिबंधनं । चखं सर्वत्रगं शास्त्र, शास्त्र सर्वार्थसाधनं ॥६१॥ यथैधांसिसिमिद्धोऽग्नि-भस्मसात्कुरुतेऽर्जुन ! ज्ञानाग्नि सर्वकर्माणि, भस्मसात्कुरुते तथा ॥६२॥ यावदक्षरसंख्यानं, विद्यते शास्त्रसंचये ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org