________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ રાખવા જેવી છે. ગચ્છાચારપના सल्लुद्धरणनिमित्तं, गीयच्छन्नेसणाउ उक्कोसा ।। जो अणसयाइं सत्तउ, बारसवासाइं कायव्वा ॥१॥
ભાવાર્થ : પોતાના પાપરૂપી શલ્યનો ઉદ્ધાર કરવા નિમિત્તે ગીતાર્થ અને ગીતાર્થને મળતા બીજાને મેળવવા માટે ઉત્કૃષ્ટ સાતસો જોજન બાર વર્ષમાં જઇને શોધખોળ કરે -મતલબ કે ગીતાર્થ ગુરુની શોધમાં આર્યદેશમાં ઉત્કૃષ્ટ બાર વર્ષ સુધીમાં સાતસો જોજન ફરે અને તે કાલને વિષે પ્રવર્તમાન પરમ શ્રતધર ગીતાર્થ ગુરુ પાસે પ્રાયશ્ચિત લઇને શુદ્ધ થાય. તેટલા કાળમાં ફરતા ફ તા જો ગુરુનો જોગ ન મળ્યો હોય અને પોતે કાળધર્મ પામે તો પણ એ લોચનાનું ફળ પામે કારણ કે પ્રાયશ્ચિત લેવાની પૂર્ણ ભાવનાથી સાતસા જોજનનો વિહાર અને બાર વર્ષનો કાળ વ્યતીત કરેલ છે, માટે પોતે જે જે પાપકર્મોનું આચરણ કરેલું હોય તેની આલોચના લીધા વિના, તપકર્મ તપ્યા વિના કર્મની નિર્જરા થતી નથી માટે અવશ્ય આલોચના લેવી જોઇએ.
કર્મો કેવી રીતે બાંધેલા હોય છે તે જણાવે છે.
અજ્ઞાનદશાથી, વિસ્મરણતાથી, પરની અનુવૃત્તિથી, ભયથી, હાસ્યથી, રાજાદિકે બળાત્કાર કરવાથી પ્રાણનું રક્ષણ કરવા માટે ગુરુ સંઘના શત્રુઓને નિવારવા માટે પારકાને બાંધવા માટે, દુભિક્ષાદિકના નિવારણ કરવા માટે, અગર ગમે તે પ્રકારે બાંધેલા કર્મો હોય તેને દૂર કરવા માટે જરૂરાજરૂર ગીતાર્થ ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લેવું જોઈ.તે વિના આત્માની શુદ્ધિ થાય નહિ.
હવે કયા જીવોના કેવા પ્રકારના પરિણામ સમયે સમયે થાય છે તે કેવલજ્ઞાની વિના જાણી શકાય નહિતેથી કેવલજ્ઞાની મહારાજ વિના બીજો કોઈ પણ પ્રાયશ્ચિતની વિધિને જાણી શકતો નથી.તથાપિ દુષમ કાળમાં કેવળજ્ઞાની મહારાજનો વિરહ હોવાથી શ્રતધર ગીતાર્થ ગુરુ પાસે યથાવિધિ પ્રાયશ્ચિત લઇને શુદ્ધ થવાય છે માટે ઉપર લખ્યા પ્રમાણે બાર
M૩૧૯
૩૧૯
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org