________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સોનામહોરો કાઢવાનો નિયમ હતો ૭.દરેક વર્ષે એક ક્રોડ સોનામહોરો શ્રાવકોને આપવી. ચૌદ વર્ષના રાજય દરમ્યાનમાં ૧૪ ક્રોડ સોનામહોરો શ્રાવકોને આપી, ૮. સાધર્મિક ભાઈયો પાસેથી ૯૮ લાખ દ્રવ્ય છોડી દીધું, ૯. નિર્વશીનું ૭૨ લાખ દ્રવ્ય છોડી દીધું, ૧૦. લખેલા પુસ્તકોના ૨૧ ભંડારો કરાવ્યા. ૧૧. ત્રિભુવનપાળ દેરાસરજીમાં નિરંતર સ્નાત્ર મહોત્સવ કરવાનો નિયમ હતો, ૧૨. નિરંતર શ્રી હેમચંદ્રસૂરિ મહારાજને દ્વાદશાવર્ત વંદન કર્યા પછી બીજા મુનિને વંદન કરવું, ૧૩. પ્રથમ ગ્રહણ કરેલા પૌષધવાળાને પ્રણામ કરવા, ૧૪. અઢાર દેશમાં અમારીનો પડહ વગડાવ્યો, ૧૫, ન્યાયઘંટા રાખીને વગડાવી, ૧૬, બીજા ૧૪ દેશોમાં ધનના બળવડે કરીને, તથા મિત્રતાના બળવડે કરીને જીવોની રક્ષા કરાવી, ૧૭, ૧૪૪૪ નવીન જૈન મંદિરો કરાવ્યા ૧૮. ૧૬૦૦૦, જીર્ણોદ્ધારો, ૧૯ મોટી સાત તીર્થયાત્રાઓ કરી, ૨૦. પ્રથમ વ્રતમાં મારી એવો શબ્દ બોલાઈ જાય તો ઉપવાસ કરવો, ૨૧. બીજા વ્રતમાં વિસ્મરણથી અસત્ય બોલાઇ જાય તો આયંબીલ વીગેરે તપ કરવો. ૨૨. ત્રીજા વ્રતમાં મરણ પામેલા નિર્વશીનું ધન ત્યાગ કર્યું. ૨૩ ચોથા વ્રતમાં ધર્મની પ્રાપ્તિ થયા પછી નવિન સ્ત્રીનું પાણિગ્રહણ કરવાના પચ્ચખાણ કર્યા. ૨૪ ચોમાસામાં મન, વચન, કાયાયે કરી શીયલ પાળવું, તેમાં મનથી કદાચ ભંગ થાય તો ઉપવાસ કરવો, વચનથી ભંગ થાય તો આયંબીલ કરવું, કાયાથી સ્પર્શરૂપ ભંગ થયો એકાસણું કરવું, ભોપાલદેવી રાણીના મરણ પછી પ્રધાનાદિક ઘણા લોકોએ કહ્યા છતાં પણ પાણિગ્રહણ નહિ કરતાં પોતાનો નિયમ બરાબર પાળ્યો. ૨૫ પાંચમા વ્રતમાં ૬ કરોડનું સોનું, ૮ કરોડનું રૂપું, ૧ હજારતોલા મહામૂલ્ય વાળા મણિ, રત્નો, વિગેરે તથા ૩૩ હજાર મણી ઘી ૩ર હજાર મણ તેલ ૩ લાખ મૂડા શાલી, ૩ લાખ મૂડા ચણા, ૩ લાખ
M૨૨૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org