________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પ00 સિહાસનો હાથીદાંતના કરાવ્યા, ૧ હજાર માણસો નિરંતર તેની દાનશાળામાં જમતા હતા, ૯૦૦ કુવા ૪૬૪ વાવો ૮૪, સરોવરો ૩૬ ગઢ ૮૪ મસીદો ૧OOOOO મહાદેવનાં લિંગ સ્થાપન કર્યા હતાં, તીર્થયાત્રામાં તેમના જોડે ૭ લાખ માણસો હતા. (૧૨૮૬ થી ૧૨૯૨ સુધીમાં) ૧૨૯૮માં વઢવાણ પાસે અંકેવાળીયામાં વસ્તુપાળ કાળધર્મ પામ્યા, ૧૩૦૮માં તેજપાળનો સ્વર્ગવાસ થયો, વીશા પોરવાડ વસ્તુપાળે નિરંતર નીચેની વસ્તુઓ પોતાના પાસે કાયમ રાખી હતી, ૧૮૦૦ શૂરાઓ, તેના અંગરક્ષકો કોઈથી પણ પાછા હઠે નહીં, ૧૪૦૦ સ્વમાન્ય રજપૂતો કે દુદ્ધર યોદ્ધાઓને પણ ક્ષણ માત્રમાં જીતી લે, પOO૦ ઉત્તમોત્તમ ઘોડા, ૨૦૦૦ પવનવેગવાળા ઉત્કૃષ્ટ ઘોડા, ૩૦૦ હાથીયો, રાજાઓ તરફથી ભેટ મળેલા, ૨૦૦૦ બળદો, ૩૦૦ દૂધ આપનારી ગાયો, હજારો દુધ આપનારી ભેસો, હજારો ઊંટો, ૧OOOO નોકર ચાકરો, ૪ ક્રોડ અશરફીઓ, ૮ ક્રોડ મુદ્રાઓ વિગેરે રાજરિદ્ધિ સદા પાસે રહેતી હતી. ખંભાતમાં મંદાધિ, અન્યાયી, સદીક નામના ધનાઢયને જીતી તેની લક્ષ્મી રાજાને આપી હતી. વસ્તુપાળે પોતાના સેવકોને હુકમ કર્યો કે અન્યાયની લીમી ઘરમાં ઘાલવી નહિ, તેથી સદીકની નીચે મુજબ લક્ષ્મી રાજાને આપી, ૫OOO સોનાની ઇંટો, ૧૪૦૦ ઘોડા, હીરા, મણિ, માણેક, રત્નો વિગેરે.
( કુમારપાલ મહારાજા ) ૧. સમ્યકત્વ મૂળ બાર વ્રતો ઉચ્ચર્યા હતા, ૨. ત્રિકાળ જિનપૂજન કરવાનો નિયમ હતો, ૩. આઠમ ચૌદશે ઉપવાસ સહિત પૌષધ કરવાનો નિયમ હતો, ૪. પારણાને દિવસે દષ્ટિ ગોચર થયેલાને યથાયોગ્ય સંતોષીને દાન આપ્યા પછી પારણું કરવાનો નિયમ હતો, ૫. સાથે પૌષધ લીધેલાને પોતાને આવાસે પારણા કરાવવા, ૬. સાધર્મિકભાઈઓના ઉદ્ધારને માટે નિરંતર એક હજાર
૨૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org