________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
કેવલભૂમિ ઉપર બેસીને જમવું નહિ. માઠી નજર વાળી સ્ત્રી તેમજ ભારે નજરવાળા પુરૂષની સામે જમવું નહિ. થાનની દૃષ્ટિ આગળ જમવું નહિ. ઋતુવતી સ્ત્રીઓની સામે જમવું નહિ. એક વાર રાંધીને ફરીથી તેને રાંધીને ખાવું નહિ. તેમજ રાધેલું ઉષ્ણ કરવું નહિ. બોલતાં બોલતાં જમવું નહિં. ભોજન કરતી વખતે સર્વ ભોજન સુંધીને જમવું એટલે કોઈની દષ્ટિ લાગે નહિ. ભોજનની શરૂઆતમાં પાણી પીવું નહિ. કારણ જઠરાગ્નિ મંદ થઇ જાય. ભોજનની વચ્ચે પાણી પીવાથી અમૃત સમાન ગણાય. ભોજનનાં અંતે પાણી પીવાથી વિષ સમાન ગણાય. ભોજન કરતી વખતે પ્રથમ સ્નિગ્ધ, મીષ્ટ પદાર્થો ખાવા. મધ્યમાં ખારાં અને ખાટા પદાર્થો ખાવા. અંતમાં તીખું અને કડવું ખાવું ગુણકારી કહેવાય. કુટના રોગવાળાએ માંસ ખાવુ નહિ તેમજ સામે જોવું નહિ. તાવવાળાએ ભોજનમાં ઘી ખાવું નહિ. ઘણું પાણી પીવું નહિ, વિષમ આસને બેસવું નહિ. વડીનીતિ-લઘુશંકા દબાવવી નહિ દિવસે સુવું નહિ. વર્ષાઋતુમાં ખારૂં ખાવું ગુણકારી કહેવાય. શરદઋતુમાં પાણી પીવું ગુણકારી
હેમંત ઋતુમાં દૂધ પીવું ગુણકારી • વસંતઋતુમાં ઘી અને ગ્રીષ્મઋતુમાં ગળ્યો પદાર્થ ખાવાથી રૂપ,
૧૮૯
ભાગ-૬ ફે-૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org