________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પરંતુ ઉપરોક્તની સારવાર કર્યા સિવાય ભોજન કરે નહિ. ૨.
(ભોજન ક્રવાની પદ્ધતિ) જયારે બરોબર ભૂખ લાગે ત્યારે જ જમવા બેસવું. પ્રથમ પહોરમાં જમવું નહિ. બીજો પહોર વ્યતીત થવા દેવો નહિં. પ્રથમ પહોરમાં જમવાથી જઠરાગ્નિ મંદ હોવાથી રસવૃદ્ધિ થાય. બીજો પહોર વ્યતીત થયા પછી જમવાથી બળનો ક્ષય થાય. તરસ લાગે અને જમે તો ગોળો ચડે છે. ઠંડુ અનાજ ખાય તો વાયુ થાય. લઘુશંકા ટાળયા વિના પાણી પીએ તો ભગંદર રોગ થાય. અજીર્ણ થયા છતાં જમે તો વિષરૂપે પરિણમે. પરોઢિયે ! સંધ્યાકાળે ! રાત્રિએ જમે તો મૂર્ખ કહેવાય. હાથમાં લઈને કયારે અન્ન ખાવું નહિ. પાત્રમાં ખાવું. ડાબા પગ ઉપર રાખીને ખાવું નહિ. તડકામાં, અંધારામાં, અગાસીમાં બેસીને જમવું નહિ. જમતાં તર્જની આંગળી છોડવી નહિ. મોટુ, હાથ, પગ ધોયા પછી જ જમવું. નગ્નપણે તથા મેલાવસ્ત્ર પહેરીને જમવાથી લક્ષ્મીનો નાશ થાય. થાળી હાથમાં રાખીને જમવુ નહિ. ભીનું વસ્ત્ર માથા ઉપર બાંધીને જમવું નહિં. એક વસ્ત્ર પહેરીને જમવું. નહિ અપવિત્ર શરીરે અથવા પગમાં જોડા ચંપલ પહેરીને જમવું
નહિ.
•
આસન ઉપર બેસી પાટલા ઉપર થાળી રાખીને જમવું.
૧૮૮]
૧૮૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org