________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ આ નિરંતર એક જીવને મારીને પોતાનો નિર્વાહ કરશે. આવું દેખીને રાજાદિત નામના મનમાં આશ્ચર્ય થયું કે આ બાળક બાલિકાની ભવિષ્યમાં આ શું દશા થશે ! હવે અનુક્રમે આઠ વર્ષના તે બાળકો થવાથી પરચક્રને ભય ઉત્પન્ન થયો તેથી રાજા અને મંત્રી નાશી ગયા અને બાકીના સુતા હોયને પકડે તેમ તમામને પકડયા અને તે રાજા તે સર્વને પોતાને નગરે લઈ ગયો. ત્યારબાદ કેટલાક કાળે વૈરી રાજા ગયા પછી ભૂપતિ રાજા તથા તેનો મંત્રી પોતાના રાજ્યમાં આવ્યા અને ત્રણે બાળકોની બાતમી મેળવી, તથા પરંપરાવડે કરીને તેના ઠેકાણા પણ જાણ્યા. હવે તે રાજાની પુત્રી વેશ્યા સોળ વર્ષની થઈ હતી, પરંતુ કપાળમાં લખેલું હોવાથી નિરંતર તેના પાસે ફક્ત એક જ પુરૂષ આવતો હતો. એવીરીતે તેને દુઃખી જાણીને મંત્રીએ કહ્યું કે હે પુત્રી ! તને જે રોજે એક સોનામહોર આપે તે જ પુરૂષને તાહારે બોલાવવો, સિવાય બીજો બોલાવવો નહિ. તેવી રીતે તેણીએ મંત્રીનું કહેલું કરવાથી તે સુખી થઈ. ત્યારબાદ મંત્રીએ બીજાને શોધવા માંડયો, તો તે પણ નજરે પડ્યો. કાળા બળદ ઉપર તૃણનો ભારો નાખી પોતાના આત્માનો નિર્વાહ કરતો તેને દેખ્યો. આવી રીતે તેને પણ દુ:ખી દેખીને મંત્રીએ કહ્યું કે હે વત્સ ! તાહરે નિરંતર તૃણ સહિત બળદ વેચી દેવો, કારણ કે કપાળમાં લખેલ હોવાથી તાહરા ઘરથી એક બળદ કદાપિ પણ જશે નહિ. તે પણ નિરંતર તેમ કરવાથી સુખી થયો. ત્રીજાને પણ કર્મના લેખથી જીવહિંસા કરતો પારધી થયેલો દેખ્યો, તેથી તે પ્રકારની સ્થિતિ દેખીને મંત્રીએ કહ્યું કે હે સુભગ ! તું નિરંતર ભદ્ર જાતિના હસ્તિ વિના કોઈ જીવને મારીશ નહિ, કારણ કે તેના કુંભસ્થળથી નીકળેલા મોતીયોવડે કરી તું સુખી થઈશ. તેણે પણ તેમ કરવાથી તે પણ સુખી થયો. આવી રીતે ત્રણે બાળકોને ઉદ્યમ કરતા ઘણી લક્ષ્મી મળી. તેથી કાળાંતરે ફરીથી તે રાજયને પામીને સુખી થયા.
૧૭૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org