________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ઉપરકહેલા એવા દેવતાને, અતિથિને, સતત અપ્રતિબદ્ધ વિહારી પણ ઇતિ અતિથિ, અગર તિથિપતૃદિક ઉત્સવો જેને નથી તે અતિથિ કહેવાય અતિથિસન્માર્ગ નિરતો યતિ :
હે કુતીર્થિકો ! જો તમે મલિન આરંભવાળા છો, તો તમારે દ્રવ્ય સ્નાન કરવું ઉચિત છે, પણ બીજું કરવું ઉચિત નથી આની વિશુદ્ધ ભાવના હેતુભૂત પણાથી નિર્મળ આરંભજીવોને વિશુદ્ધભાવ સદાય છે, તો આના વડે કરીને શું ? વળી દ્રવ્ય સ્નાન જે છે તે પણ દેવતા અતિથિને પૂજનારને ભાવ સ્નાન થાય છે. તે અનુભવસિદ્ધ છે. હવે દ્રવ્ય સ્નાન ભાવશુદ્ધિના નિમિત્તભૂત છતાં પણ અપૂકાયાદિ જીવ હિંસા-દોષ દુષિતપણાથી અશોભનું છે. તે ઉત્તર કહે છે કે હિંસા લક્ષણ અવદ્ય સદ્ ભાવનથી પણ સમ્યગ દર્શનની શુદ્ધિ લક્ષણ ગુણ થાય છે, માટે ગુણના લાભથી દોષ નથી કહે છે કે થોपूजाए कायवहो, पडिकुछो सोउ किंतु जिणपूया । समत्तसुद्धिहेउत्ति, भावणीया उ निरवज्जा ॥१॥ | ભાવાર્થ : પૂજાને વિષે જીવોનો પ્રાણિયોનો વધ થાય તે માટે પૂજાનો નિષેધ છે. આવું ન બોલવું, કારણ કે જિનેશ્વર મહારાજની પૂજા જે તે સમ્પત્વશુદ્ધિના હેતુભૂત કહેલી છે, થાય છે માટે નિરંતર નિરવધ-પૂજાની ભાવના કરવી. ઉત્તમ પ્રકારે ઉપયોગ સહિત પૂજા કરવી.
માટે દ્રવ્યસ્નાન પણ ભાવશુદ્ધિનું નિમિત્ત છે, તે શોભન છે. જેમ ચૈત્યવંદન ભાવશુદ્ધિનું નિમિત્ત છે તેમ દ્રવ્યસ્નાન પણ ભાવસ્નાનના નિમિત્તભૂત હોવાથી શોભનું છે, કારણ કે વિશિષ્ટ ગુણના હેતુભૂતથી દોષના સભાવે પણ, જેમ ઘણો પરિશ્રમ પડતાં પણ કૂવાનું ખોદવાપણું પરિણામે લોકોને ગુણના હેતુભૂત થાય છે તેમ દ્રવ્ય સ્નાન પણ વિશિષ્ટ ગુણનો હેતુભૂત છે.
૧0૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org