________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કર્યું ને ઉપર તિલોત્તમા વિગેરે ગયા તેથી પંચમગર્દભ મુખ કર્યું. શંભુએ ગધેડાનું મુખ છેદવાથી ચતુર્મુખ.
હરિતુ વામન. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. એકદા બલિદાનને બાંધવાને માટે વિષ્ણુ વામન થઇ મઠિકા નિમિત્તે ત્રણ પગલાં માત્ર ભૂમિ માગી. બલીયે તે આપવા કબૂલ કર્યાથી ત્રણ પગલે ત્રિલોકને આક્રમણ કરીને સ્થાન રહિત તેને પાતાલમાં નાખ્યો.
ક્ષયી ચંદ્રમાં તે કેવી રીતે તે કહે છે દક્ષને ૨૭ પુત્રીઓ હતી. તેનું ચંદ્ર પાણીગ્રહણ કર્યું. તેના મધ્યે ફકત એક રોહિણી વિષે જ આ આસકત થયો, બાકીની બધીઓને અપમાન કરવાથી તેણીઓએ પોતાના પિતાને વાત કરી, તેથી તેણે શ્રાપ આપી ચંદ્રને ક્ષયી કર્યો. વળી દેવતાઓએ પ્રસન્ન કરવાથી એક પક્ષે વૃદ્ધિ પામવાવાળો કર્યો.
નાગા: દ્વિજિહવાઃ તે કહે છે. દેવતાઓએ ક્ષીર સમુદ્રને મંથન કરી અમૃત ઉપાર્જન કર્યું. તેનાં કુંડાઓ ભર્યા અને ડાભ વડે કરી આચ્છાદન કર્યા. અને તેનું રક્ષણ કરવાને માટે સર્પોને રાખ્યા. ત્યારબાદ એકાંત જાણી તેઓ અમૃતને પીવા લાગ્યા, ને ડાભો વાગવાથી તેની જીભમાં બે કકડા કર્યા, બીજાઓ એમ કહે છે કે સર્પો જયારે અમૃતપાન કરવા લાગ્યાત્યારે ઇંદ્ર કોપ કરી વજને ફેંકી જીભનો ભેદ કર્યો.
રહો : શિરો માત્રતા તે આ પ્રમાણે છે દેવતાઓએ અમૃતના કુંડા ભર્યા ત્યારે તેનું રક્ષણ કરવા વિષ્ણુને રાખ્યા તે કાર્યાતરમાં પડવાથી રાહુએ તેનું પાન કરવા માંડયુ વિષ્ણુયે તે જાણીને ચક્રવડે કરી તેનું મસ્તક છેદી નાંખ્યું અમૃતનાં પાન કરવાથી તેનું મસ્તક અજરામર થયું, એવી રીતે બ્રહ્મા, જૂન, શિરા, વિગેરેનો અર્થ કહ્યો. હવે બીજું પણ કહે છે. यथोक्तम्, स एष भुवनत्रयप्रथितसंयमः शंकरो,
૯૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org