________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ बिभर्ति वपुषाधुना विरहकातरः कामिनीम् । अनेन किल निर्जितावयमिति प्रियायाः करं, करेण परिताडयन् जनयतिजातहासः स्मरः ॥१॥ दिगवासा यदि तत् किमस्य धनुषा शास्त्रस्य किं भस्मना, भस्माथास्य किमंगना यदि चसाकामं परिद्वेष्टि किं, इत्यनोन्य विरुद्ध चेष्टिमिदं पश्यन्निजस्वामिनो, भुंगीसान्द्रसिरावनद्वपरुषं धत्ते स्थिशेषं वपुः ॥२॥ | ભાવાર્થ : ત્રણ ભુવનને વિષે જેનું સંયમ વિસ્તારને પામેલ છે એવો આ શંકર હાલમાં વિરહવિધુર થઈ શરીર વડે કરી કામીનિને ધારણ કરે છે. આવા શંકરને દેખીને પોતાની સ્ત્રીના હાથમાં પોતાના હાથથી તાળી દઈને હસતો હસતો કામદેવ બોલે છે કે અહો ! આણે અમોને જીત્યા છે, ૧ જો દિગંબરપણું-વસ્રરહિતપણું છે તો પછી ધનુષ રાખવાનું કારણ શું છે ? અને જો ધનુષ શાસ્ત્રને ધારણ કરવા પણું છે તો પછી શરીરે ભસ્મ ચોળવાનું શું પ્રયોજન છે ? હવે જો શરીરે ભસ્મ જ ચોળવી છે, તો પછી સ્ત્રી રાખવાનું શું પ્રયોજન છે, અને જો સ્ત્રી રાખવાની જ મમતા છે તો પછી કામદેવના ઉપર દ્વેષ કરવાનું શું કારણ છે ? એ પ્રકારે અન્યોન્ય પોતાના સ્વામીનું વિરુદ્ધ વર્તન દેખીને ભંગી જે તે ગાઢ ધમની નાડીયો કરીને યુક્ત હાડકા જ બાકી છે તેવું શરીર ધારણ કરે છે.
એવી રીતે અપાયઅપગમાતિશય દ્વારવડે કરી મહાદેવપણું કહ્યું, હવે ગુણાતિશય પણું પ્રતિપાદન કરવા માટે કથન કરે છે. જેના રાગદ્વેષ ક્ષય પામ્યા છે, તે વીતરાગ કહેવાય સમસ્ત આવરણના ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાન વડે કરી સર્વને જાણે તે સર્વજ્ઞા કહેવાય. તેમજ સર્વ દેખવાથી સર્વદર્શી કહેવાય. શંકા પ્રથમ થી જ રાગ, દ્વેષ, મોહ, ક્ષય થઈ જવાનું કહી ગયા છો ને ફરીથી વીતરાગ સર્વજ્ઞ કહેવાં શું પ્રયોજન ? ઉત્તર-રાગાદિક નથી તેથી વીતરાગ
૯૩
ભાગ-૬ ફર્મા-૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org