________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
મોન રહેવું. ) मूत्रोत्सर्ग मलोत्सर्ग, मैथुनं स्नानभोजनम् । संध्यादिकर्मपूजा च, कुज्जि पंचमौनवान् ॥१॥
ભાવાર્થ : મૂત્રત્યાગ, મળત્યાગ, મૈથુન, સ્નાન, ભોજન સંધ્યાદિ કર્મ, પૂજા અને જાપ આ તમામ ઉત્તમ માણસોએ મૌનપણે કરવા.
(
અજીર્ણઉપર)
૧. દૂધનું અજીર્ણ થયેલ હોયતો ઉપર છાશ પીવી, ૨. મિષ્ટાન્ન લાડુ વિગેરેનું અજીર્ણ થયું હોય તો લીંડીપીપર તથા મીઠાની ફાકી ભરવી, ૩. ખીચડીનું અજીર્ણ થયેલ હોય તો સિંધાલૂણ ફાકવું. ૪ ઘઉંની રોટલી અજીર્ણ થયેલ હોય તો ચંચળ તથા અજમાની ફાકી લેવી, ૫. ચોખાનુ અજીર્ણ થયેલ હોય તો દૂધ પાણી મેળવીને પીવું. ૬. કેળાનું અઝીર્ણ થયેલ હોય. તો ઘી ખાવાથી મટે છે, ૭. ઘીઅજીર્ણ થયેલ હો તો લીંબુનો રસ તથા મરીની ફાકી લેવાથી મટે છે, ૮.તેલ તથા તેલના પદાર્થથી થયેલ અજીર્ણ કાંજી માર ખાટી છાશ વાપરવાથી મટે છે, ૯. કેરીનો રસ ખાવાથી અજીર્ણ થયેલ હોય તો દૂધ તથા પાણીમાં સુઠ નાંખીને ખાવાથી મટે છે. કેટલાક લોકો આવા કારણથી કેરીનો રસ વાપરતી વખતે તેમાં દૂધ તથા સુંઠની ભૂકી નાખીને ખાય છે. ૧૦. બહુ ખાંડ ખાવાથી અજીર્ણ થાય તો સુંઠને ઉકાળીને પીવી, ૧૧. ખીર-દૂધ પાકના અજીર્ણમાં મગનું ઓસામણ પીવું, ૧૨. બહુ જ લીલોતરી શાક ખાવાથી અજીર્ણ થાય તો સરસીયા તેલનો ઉપયોગ વિશેષ કરવો. એમ વૈદ્યક શાસ્ત્રો રહેલ
છે.
૧૯૩
૧૯૩)
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org