________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
( દારૂ કોણે ન પીવો
અમારા અભિપ્રાય પ્રમાણે દારૂ Alcohol) કોઈએ પણ પીવો નહિ, પણ “ફેમિલી ડોકટર” નામનું પત્ર જણાવેલ છે કે નીચે લખેલા માણસોએ દારૂ પીવો નહિ. ૧. જેનાં માબાપો કે કુટુંબીયો દારૂડીયા હોય, પાગલ હોય તથા
નબળા ભેજાનાં હોય તેણે દારૂ પીવો નહિ. જેણે બચપણમાંકે જુવાનીમાં ઘણો દારૂ પીધો હોય તેણે પાછલી અવસ્થામાં દારૂ પીવો નહિ. જેઓ નબળા, પોચા મીજાજના અને ક્રોધી હોય અને જેને
ખરાબ પોષણ મળતું હોય તેણે દારૂ પીવો નહિ. ૪. જેને માથામાં ઇજા પહોંચી હોય, જેને મગજનો ભયંકર વ્યાધિ
હોય અને જેને લૂ-લાગી હોય તેણે દારૂ પીવો નહિ. જેના શરીરમાં ઘણી નબળાઈ હોય, અથવા મંદવાડ ગયા
પછીની નબળાઈ ચાલતી હોય તેણે દારૂ પીવો નહિ. ૬. ખરાબ હવામાં, કારખાનાઓમાં અને ખાણોમાં સખત
મહેનતનું કામ કરનારાઓ એ દારૂ પીવો નહિ. જેઓ એકાંતવાસમાં રહીને આનંદ મેળવવા ઇચ્છતા હોય
તેમણે દારૂ પીવો નહિ. ૮. જેનો પોતાના મન ઉપર કાબુ ન હોય તેણે દારૂ પીવો નહિ.
(મૂર્ખતા ઉપર રાજા તથા વાનરની ક્વા.)
ગજપુર નગરને વિષેદુર્દમ નામનો રાજા હતો. અન્યદા વિપરીત શિક્ષા આપેલ ઘોડાએતેને ભયંકર અટવીમાં લઈ જઈને નાંખ્યોને ઘોડો મરણ પામ્યો. પછી તૃષા લાગવાથી પાણી માટે જ્યાં ત્યાં ભમતો હતો.તેને એક વાનરે દેખ્યો તેનું તાળવું, હોઠ, જીભ સુકાઈ ગયેલું મુખદેખી તેને તૃષાથી પીડિત જાણીને શીતલ પાણી પત્રોપુષ્પોવડે કરી
૧૯૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org