________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સપુરૂષના માર્ગથકી સ્કૂલના પામવાથી, આ વિપત્તિ પામ્યો બીજાઓ વળી આવી રીતે કહે છે.
ઘોડીરૂપ પોતાની સ્ત્રીને ભોગવી સૂર્ય તેના પિતાને ઓલંભો દેવાને માટે ગયો, અને કહ્યું કે તારી દીકરી મને છોડીને બીજી જગ્યાએ રહે છે. તેણે કહ્યું કે તારા શરીરનો તાપ નહિ સહન કરી શકવાથી તે બિચારી રાંકડી શું કરે, માટે તેણીનું તારે પ્રયોજન હોય તો શરીરનું ઉલ્લેખન કરાવ. ત્યારબાદ સૂર્યદેવ વર્ધકી પાસે ગયો. બાકીનો ભાગ પ્રથમનાં જ પેઠે.
અનલોપ્ય ખિલભુગુ, તેનું એવું છે કે, કોઈ રૂષિ પોતાના ઝુંપડાના વિષે રહેલી અગ્નિને ભક્તિના સમૂહથી નિરંતર આહૂતિવડે કરી તર્પણ કરે છે. અન્યદા ઋષિએ કહ્યું કે મારી ભાર્યાનું તું રક્ષણ કરજે. આમ કહી અગ્નિને પોતાની સ્ત્રી ભળાવી કોઇક પ્રયોજનથી ઋષિ બહાર ગયો ત્યાં કોઇક ઋષિએ આવી તેની સ્ત્રીને અગ્નિ સમક્ષ ભોગવી ક્ષણાંતરે પેલો ઋષિ આવ્યો. તેણે ઇંગિત આકારથી પરપુરૂષને સેવવાવાળી પોતાની સ્ત્રીને જાણી, તેથી અગ્નિ અને સ્ત્રીને તેણે પુછયું કે અહીં કોણ આવ્યું હતું. તે બન્નેએ જવાબ નહિ આપવાથી ક્રોધ પામેલ ઋષિએ જ્ઞાનના ઉપયોગવડે કરી ઉપપતિને જાણ્યો તેથી રક્ષણીયને નહિ રક્ષણ કરવાથી, અને પ્રશ્ન કરેલ છતાં નહિ ઉત્તર આપવાથી ક્રોધ પામેલ ઋષિએ અગ્નિને શ્રાપ આપ્યો કે તું સર્વભક્ષી થા, તેથી અગ્નિ, અશુચિ આધિ વસ્તુને ભક્ષણ કરવાના સ્વભાવવાળો થયો, કારણ કે જે અગ્નિ ખાય તે સર્વ દેવતાઓ ખાય, કારણ કે અગ્નિને દેવતાઓનું મુખ કહેલ છે બાદ દેવતાઓએ અશુચિ આદિરસોનો આસ્વાદ કરવાથી ઉદ્વિગ્ન થઈ જ્ઞાનવડે કરી શ્રાપનું વૃત્તાંત જાણી, તે ઋષિ પાસે આવી તેને પ્રસન્ન કરવા માંડ્યા, તો પણ પ્રસન્ન ન થયો, તો પણ દેવતાઓયે પોતાની શક્તિથી અગ્નિને સાત જીભ ઉત્પન્ન કરી, તેથી અગ્નિ સહાર્ચિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org