________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અન્યદા પ્રસ્તાવ રૂષિયોયે તે વાત જાણવાથી ક્રોધને ધારણ કરી, શ્રાપથી તેના લિંગનો છેદ કર્યો તેથી સમગ્ર લોકોનાં લિંગનો છેદ થયો આથી પ્રજાની ઉત્પત્તિ બંધ થઇ તેથી દેવતાયે વિચાર્યું કે અકાલે સંહાર ન થાઓ, એવું સમજી તાપસીને પ્રસન્ન કર્યા તાપસોએ તેજ પ્રકારે લિંગ ઉત્પન્ન કર્યું, અને કહ્યું કે પૂર્વ કાલે સદા સ્તબ્ધ હતું, હાલમાં તો ભોગાર્થીપણાને વિષે જ સ્તબ્ધ થશે ત્યારબાદ લોકો પણ લિંગવાલા થયા અને પ્રજાની ઉત્પત્તિ થઇ
સૂર્યોપ્યુલ્લિખિત, તેનું આ પ્રમાણે છે. સૂર્યની રત્નાદેવી નામની ભાર્યા હતી તેને યમનામનો પુત્ર હતો. તે રત્નાદેવી સૂર્યના તાપને નહિ સહન કરી શકવાથી પોતાને સ્થાને પોતાની પ્રતિછાયા સૂર્ય પાસે રાખી સમુદ્રતટે જઈ ઘોડી નું રૂપ ધારણ કરી બેસે છે. પ્રતિછાયાએ શનિ અને ભદ્રા નામના બે બાળકોને ઉત્પન્ન કર્યા અન્યદા બહારથી આવીને યમે પ્રતિય્યા પાસે ભોજન માગ્યું પણ તેણીયે આપ્યું નહિ તેથી યમે પાદપ્રહારવડે કરી તેણીને મારી. તેણીયે શ્રાપથી તેનો પગ કાપ્યો યમે તે વાત પિતાને કરી તેણે ચિતવ્યું કે પોતાની માતા આમ કેમ કરે માટે નિશ્ચય આ આની માતા નથી, ઇત્યાદિક વિચારતાં તેની માતા ઘોડીરૂપે સમુદ્ર કાંઠે દીઠી તેથી સૂર્યે ત્યાં જઇને નહિ ઇચ્છતા છતા પણ બલાત્કારે તેણીનું સેવન કર્યું. ત્યાં અશ્વિની દેવો થયા. તેણીયે રોષારૂણ નેત્રથી જોઇને સૂર્યને કુષ્ટિ કર્યો.સુર્ય પણ રોગરહિત થવાને ધવંતરી પાસે ગયો. તેણે કહ્યું કે શરીરનાં ઉલ્લેખ વિના તારો રોગ જવાનો નથી, ત્યારબાદ સૂર્ય શરીર ઉલ્લેખવાને માટે વાર્ધકી પાસે ગયો ને તેને પ્રાર્થના કરી. ધવંતરીએ કહ્યું કે તારે બધું સહન કરવું પડશે ને સહન નહિ કરે તો ફેંકી દઇશ. સૂર્યે કહ્યું કે એમ હો ! ત્યારબાદ મસ્તકથકી ઉલ્લેખતાં ઢીંચણ સુધી ઉલ્લેખન કર્યું છત, અત્યંત પીડા પામીને સૂર્ય સત્કાર કર્યો, તેથી ઉલ્લેખનથકી વાર્ધકી વિરામ પામ્યો. એ પ્રકારે અનિચ્છિત સ્ત્રીભોગલક્ષણથી
૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org