________________
વિવિધ વિષરા વિચારમાળા ભાગ-૬ કે કીડાની સંખ્યાના પરિમાણ કરવામાં કોણ ટાઇમ ગુમાવે ? કિંચ તેને કિંચિત્પણું પણ નથી, કારણ કે એક અર્થના સકલ સ્વપરપર્યાય વિશેષ જે છે, તેને અસર્વજ્ઞપણાથી જાણવાને અશકયપણું છે, માટે, एको भावः सर्वथा येन द्रष्टः, सर्वे भावा- सर्वथा तेन द्रष्टां । सर्वे भावा- सर्वथा येन द्रष्टा, एको भावः सर्वथा तेन द्रष्टः ॥१॥ | ભાવાર્થ : જેણે એક ભાવ સર્વથા પ્રકારે દીઠો છે તેણે સર્વે ભાવો સર્વથા દેખેલ છે, તેમજ સર્વે ભાવો જેણે સર્વથા દેખેલ છે તેણે એક ભાવ સર્વથા દેખેલ છે, માટે સત્તાસાધન પ્રમાણના અગ્રાહ્યપણાથી, શશવિષાણની પેઠે સર્વજ્ઞ નથી. તથા મોક્ષસુખ મળવાથી શાશ્વત સુખવાળો કહેવાય છે, કારણ કે ભવની સમાપ્તિ થઇ છે. માટે બીજાને શાશ્વત સુખ નથી. ઇશ્વર સ્વામી પોતે જ છે. માટે શાશ્વત સુખેશ્વર કહેવાય છે.
કોઈક શંકા કરે કે તમામ વસ્તુ વિનશ્વર છે અને સુખનું શાશ્વતપણે કયાંથી આવ્યું?
ઉત્તર : ઉત્પાદન, વિનાશ, ધ્રૌવ્યત્વા–વસ્તુનું સર્વથા પ્રમાણે ક્ષણિક પણા થી, તેમજ તથાભૂત સુખનો સંભવ પણ નથી, તથા જ્ઞાનાવર્ણાદિ આઠ પ્રકારના કર્માશા, તેવડે કરીને કિલ્ક કર્માદિકથી રહિત છે આ વચન વડે કરીને માને છે કે – ज्ञानिनो धर्मतीर्थस्य, कर्तारः परमं पदं । गत्वा गच्छन्ति भूयोऽपि भवंतीर्थनिकारतः ॥१॥
| ભાવાર્થ ધર્મરૂપી તીર્થના કરનારા જ્ઞાની મહારાજાઓ પરમ પદને પામીને ફરીથી પણ તીર્થપદ પ્રાપ્ત કરનારા થાય છે, કારણ કે મુક્તને વિષે ગયા પછી પણ તીર્થભૂત થઈ તીર્થના નાયકો બની શકે છે.
એ પ્રકારે તેમના સમ્મત દેવનું મહત્વપણું જણાવ્યું, કારણ કે કિલષ્ટ કર્મ મલ વિના ભવને વિષે પાછા આવવાનું અસંભવિતપણું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org