________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
ભાવાર્થ : રાગદ્વેષવડે કરી પરાભવને પામેલો અને કાર્ય શું અને અકાર્ય શું છે? તેના વિચારથી પરમુખ રહેલો તેમજ વિપરીત કાર્ય કરનારો માણસ મૂઢ કહેવાય છે. किं कुणइ ताण सुगुरु, जेसं हियए न वासणायासो । मेहोवि अमेहो, उसरम्मि उप्पाइउं बीयं ॥१॥
इति उपदेशचिंतामणौ-श्रीजयशेखरसूरिः ભાવાર્થ : જેઓના હૃદયને વિષે સદ્ધાસનાનો વાસ નથી. તેને શ્રેષ્ઠ ગુરુઓ પણ શું ઉપકાર કરી શકે, કારણ કે ઉખર ભૂમિમાં ગમે તેટલો મેઘ વરસે તો પણ બીજને જેમ ઉત્પન્ન ન કરી શકે તેમજ સારા સુવિહિત જ્ઞાની ગુરુઓ પણ જેના હૃદયમાં ધર્મભાવનાનો ગંધ હોતો નથી તેને ઉપકાર શું કરી શકે તેમ હતા, અર્થાત્ કાંઈ જ નહિ.
(ભવભ્રમણ ) णत्थि किरसो, पएसो लोए वालग्ग कोडिमित्तो वि । जम्मणपरणबाहा अणेगसो जत्थ नवि पत्ता ॥१॥
ભાવાર્થ : નિશ્ચય વાળના અગ્રભાગની કોટી માત્રા પણ એવો કોઇ પણ પ્રદેશ નથી કે જયાં જન્મમરણની પીડા અનેક પ્રકારે જીવે નથી ભોગવી. रंगभूमिर्न सा काचिच्छुद्धा जगति विद्यते । विचित्रैः कर्मनेपथ्य-यंत्रसत्वैर्न नाटितम्, ॥२॥
ભાવાર્થ : આ જગતને વિષે એવી કોઈ પણ રંગભૂમિ હવે શુદ્ધ રહી નથીકે જે ભૂમિને વિષે વિચિત્ર પ્રકારના કર્મરૂપી વેશોને પહેરી પ્રાણિયો જેને વિષે નાટક કર્યું નથી. અર્થાત્ કર્મબાહુલ્યતાથી તમામ ભૂમિ પ્રત્યે આ પ્રાણિયો જુદા જુદા ભવોમાં બહુ જ ભવોને વિષે ભટકેલા છે.
ભાગ-૬ ફમ-૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org