________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
(ચાર ક્યાનાં લક્ષણો - स्थाप्यते हेतुदृष्टान्तैः, स्वमतं यत्र पंडितैः । स्याद्वादध्वनिसंयुक्तं, सा कथा क्षेपणीमता ॥१॥ मिथ्याद्दषां मतं यत्र, पूर्वापरविरोधकृत् । तन्निराक्रियते सद्भिः, सा च विक्षेपणी मता ॥२॥ यस्याश्रवणमात्रेण, भवेन्मोक्षाभिलाषिता । भव्यानां सा च विxि प्रोता संवेदिनी कथा ॥३॥ यत्र संसारभोगांगस्थितिलक्षणवर्णनं । वैराग्यकारणं भव्यैः, सोक्ता निर्वेदनी कथा ॥४॥
ભાવાર્થ : જેને વિષે પંડિત પુરુષો સાદ્વાદમાર્ગના (ધ્વનિ) સ્થાપન સંયુક્ત પોતાના મતને હેતુ અને દૃષ્ટાંતવડે કરીને સ્થાપના કરે છે તે કથા આક્ષેપણી કહેવાય છે. ૧ જેને વિષે પુર્વાપરના સંબંધને વિરોધ કરનાર મિથ્યાદષ્ટિ જીવોના મતને સજજન પુરુષો નિવારણ કરે છે તે કથા વિક્ષેપણી કહેવાય છે. ર જે કથાના શ્રવણ મારાથી જ ભવ્ય જીવાત્માઓને મોક્ષની અભિલાષા થાય છે તે કથાને પંડિત પુરુષોએ સંવેદિની કથા કહી છે – ૩ જેને વિષે સંસારમાં જીવોના પરિભ્રમણનું દુ:ખ સાંભળી ભોગો દુ:ખદાયક અને દુર્ગતિમાં લઇ જનારા છે તેનું ધ્યાન સાંભળી જીવો ચારે ગતિમાં ફરતાં અનેક અંગો શરીરોને ધારણ કરે છે તે સાંભળી લાંબા કાળ સુધી દુર્ગતિમાં વારા કરે છે તે સાંભળી વૈરાગ્ય ઉત્પન્ન થાય. સંસારની અસારતાને જાણે જન્મ મરણના ભયથી ભયભીત થાય અને એનાથી છૂટવાને માટે પ્રયત્ન કરે સંસારને વૈરાગ્યથી દુઃખમય માને તે કથાને ભવ્યાત્મા જીવોએ નિર્વેદની કથા કહી છે.
(નીલકંઠનો સંબંધ છે પૂર્વે એકદા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇંદ્ર, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org