________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
इति श्राद्धगुणविवरणे ભાવાર્થ : જે ઠેકાણે દેવોને સ્થાપન કરેલ હોય તે કંપાયમાન થાય તથા અચલ હોય તે જયારે ચાલતા થાય તથા દેવતાઓ પ્રસ્વેદિત પરસેવાવડે કરી યુક્ત થાય તેમજ દેવતાઓની મૂર્તિઓ હાસ્યને કરે. તથા જયાં કોઇકવાર નદી લાલ પાણીને વહન કરે એટલે નદીનું પાણી લાલ થઈ ગયેલું દેખાય તથા વૃક્ષાદિકથી નિમિત્તાદિક વિના લાલ ફીણની વૃષ્ટિ થાય. તથા સ્ત્રિયોના તથા ચતુષ્પદોના મસ્તકની ખોપરીયોને થયેલી દેખે તો ઘોર દુભિક્ષ વૈરવિરોધ સ્વપર ચક્રના ભયના સાથે ભંગને દેખાડે છે. અર્થાતુ એ ઉપરોક્ત ભયના સાથે ભંગ નાશ કરે છે. તથા બાલકને બે માથા તેમજ ચાર કાન અને ચાર નેત્રો હોય (થાય)તો પર ચક્રનું આગમન તેમજ દુભિક્ષ દુષ્કાળને કહે છે. उपदेशरत्नाकरे पमाओअ जिणिंदेहि, भणिओ अट्टभेअओ । अन्नाणं संसओ चेव, मिच्छानाणं तहेव य ॥१॥ रागो दोसो मइ भंसो, धम्ममिअ अणायरो । जोगाणं दुप्पणीहाणं, अठ्ठहावज्जिअव्वओ ॥२॥
ભાવાર્થ : અજ્ઞાન ૧, સંશય ૨, મિથ્યાજ્ઞાન ૩, રાગ ૪, દ્વેષ ૫, મતિભ્રંશ ૬, ધર્મને વિષે અનાદર ૭, અને યોગોનું દુપ્રણિધાનપણું ૮, આઠ પ્રકારનો પ્રમાદ જિનેશ્વર મહારાજાએ કહેલો છે, તે આઠ પ્રકારના પ્રમાદનો ઉત્તમ માણસોએ પ્રયત્નથી ત્યાગ કરવો.
( મૂઢ જીવનાં લક્ષણ) रागद्वेषाभिभूतत्वात्कार्याकार्यपरांमुखः । एष मूढ इति ज्ञेयो, विपरीतविधायकः ॥१॥
૧૪0
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org