________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પ્રફુલ્લિત થાય છે. ઉત્તમ પ્રકારની યુવાન અવસ્થાવાળી સિયે આલિંગન કરવાથી કુરૂબક વૃક્ષ નવપલ્લવિત થાય છે. તેમજ ઉત્તમ પ્રકારની સ્ત્રિયે તિલક વૃક્ષ ઉપર કટાક્ષપાત કરવાથી નવપલ્લવિત પ્રફુલ્લિત થાય છે. આ ઉપરથીવૃક્ષને મૈથુનસંજ્ઞા કહેલી છે તે પણ સિદ્ધ થાય છે. વળી પણ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે પણ પોતાના બનાવેલ કાવ્યાનુશાસન ગ્રંથની અલંકારચૂડામણિ નામની ટીકામાં નીચે પ્રકારે જણાવેલ છે. रक्तस्त्वंनवपल्लवैरहमपिश्लाघ्याः प्रियायागुणै, स्त्वामायंतिशीलिमूखाः स्मरधनुर्मुक्ताः सखेमामपि, कांतापादतलाहतिस्तवमुदेत्वद्वद्ममाप्यावयोः, सर्वतुल्यमशोक केवलमहो धात्रा सशोकः कृतः ॥१॥
ભાવાર્થ : હે અશોક વૃક્ષ ! તું નવપલ્લવરક્ત છે, અને પ્રશંસાકરવા લાયક મહારી સ્ત્રીના ગુણોથી હું રક્ત છું, તમારા પ્રત્યે ભમરા આવે છે, અને તે મિત્રો તમારે ને મહારે તમામ તુલ્ય છે ફકત વિધાતાયે તને અશોક અને મને શોક સહિત કરેલ છે આવી રીતે કોઈ કામી અશોકને કહે છે. सूर्ये वित्तविनाशनं प्रकुरुते, धर्मार्थलाभ शशी । भौमो शस्त्रविघातरोगमरणं, बुधे श्रियः संपदः ॥ मांद्यं मंदकरो गुरु च विभवं, राहुस्तथा निद्धनं । शुक्रः सर्वं ददाति सौख्यविपलं, तुष्टो यथा पर्थिवः ॥१॥
ભાવાર્થ : સૂર્ય પૈસાનો નાશ કરે છે, ચંદ્રમા ધર્મ અર્થનો લાભ કરે છે, મંગળ શસ્ત્રથી ઘાત તથા રોગ તેમજ મરણાદિકને કરે છે, બુદ્ધ લક્ષ્મીની સંપત્તિ ને આપે છે, શનિ માંદગી અને રોગને ઉત્પન્ન કરે છે, ગુરૂ વૈભવને ઉત્પન્ન કરે છે, રાહુ નિર્ધન કરે છે, અને જેમ તુષ્ટમાન થયેલો રાજા સર્વ પ્રકારનું સુખ આપે છે તેમ શુક્ર સર્વ પ્રકારનું સુખ આપે છે. એ પ્રકારે દિનદશાનું ફળ જાણવું.
૧૬૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org