________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સંજ્ઞા ૮,લોક સંજ્ઞા ૯, તથા ઓઘસંજ્ઞા ૧૦, આ દસે સંજ્ઞા સર્વ જીવોને હોય છે. વૃક્ષોને પાણીનો આહાર હોવાથીતેને આહારસંજ્ઞા પણકહેલી છે (૨) તથા પોતાના તંતુઓથી વેલડીયો વૃક્ષોને વીંટે છે તેથી તેને પરિગ્રહ સંજ્ઞા પણ કહેલી છે (૩) તથા કુરબક વૃક્ષને સ્ત્રી આલિંગન કરે તો તે પ્રફુલ્લિત થઇ ફળીભૂત થાય છે તેથી તેને મૈથુન સંજ્ઞા પણ કહેલી છે. (૪) કોકનદ નામની વનસ્પતિનો કંદ ક્રોધથી હુંકાર શબ્દને કરે છે તેથી તેને કોઇ સંજ્ઞા પણ કહેલ છે. (૫) રડદંતી (ચિત્રાવલી) નામની વેલડી અભિમાનથી ઝર્યા કરે છે. રસનો સ્ત્રાવ કર્યા કરે છે તેથી તેને માન સંજ્ઞા પણ કહેલ છે (૬) વેલડીયો માયાવડે કરીને પોતાના ફળોને પાંદડાવડે કરી આચ્છાદન કરી દે છે તેથી તેને માયા સંજ્ઞા પણ કહેલી છે. (૭) લોભવડે કરીને બલ્લીવૃક્ષ તથા ખાખરો નિધાનને પોતાના મૂળવડે કરી ઢાંકી દઈ તેના ઉપરવાસ કરીને રહેવાથી તેને લોભસંજ્ઞા પણ કહે છે. (૮) લોકસંજ્ઞાથી રાત્રિાયે કમળો પણસંકોચને પામે છે તેથી તેને લોકસંજ્ઞા પણ કહેલ છે. (૯) અને માર્ગને ત્યાગ કરી વેલડીયો ઓઘસંજ્ઞાથી વૃક્ષ ઉપર ચડે છે તેથી તેને ઓઘસંજ્ઞા પણ કહેલી છે. (૧૦) આવી રીતે વનસ્પતિકાયને વિષે દશ સંજ્ઞાઓ કહેલ છે. વળી પણઉપદેશરત્નાકરને વિષે પણ કહેલ છે. पादाहतः प्रमदया विकसत्यशोकः, शोकं जहाति बकुलो मधु शीधुसिक्तः ॥ आलिंगितः कुरुबकः कुरुते विकाशमालोकितस्तिलक उत्कलिको विभाति ॥२॥
ભાવાર્થ : ઉત્તમ પ્રકારના વસ્ત્રાલંકારને ધારણ કરી યુવાન અવસ્થાવાળી સ્ત્રીએ પગના પ્રહારે હણવાથી અશોક વૃક્ષ વિકસ્વર થાય છે તેમજ યુવાન સ્ત્રિયે મુખને વિષે મધુ અને મદ્યનો કોગળો ભરી બકુલ વૃક્ષને સિંચવાથી શોકને ત્યાગ કરે છે. એટલેવિકસ્વર
૧૬૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org