________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
ભાવાર્થ : જ્ઞાન અને જ્ઞાનિની નિંદા કરવાથી તેમના ઉપર દ્વેષ અને ઇર્ષ્યા કરવાથી તથા ઘણા પ્રકારે વિઘ્નો કરવાથી જ્ઞાનાવરણીય કર્મને બાંધે છે. तित्थयरपवयणसुयं, आयरियं गणहरं महिढीयं । आसायंतोबहुसो, णंतसंसारिओ होइ ॥१॥
ભાવાર્થ : તીર્થંકર પ્રવચન, શ્રત, આચાર્ય-ગણધર અને મહર્ધિકની બહુ પ્રકારે આશાતના કરનાર અનંત સંસારી થાય છે. जो मणइ नत्थि धम्मो, न सामाइयं न वयवयाइं । सो समण संवबज्झो, कायव्वो समणसंघेण ॥१॥
इति व्यवहारभाष्ये ભાવાર્થ : જે માણસ ધર્મ નથી સામાયિક નથી, વ્રત પ્રત્યાખ્યાનાદિક સદ્ધર્મ અનુષ્ઠાન સામગ્રી નથી-આવું બોલે તો તેને શ્રી શ્રમણ સંઘે શ્રમણ સંઘના બહાર કરવો. तित्थोगालियपयन्नो जा जस्स ठिई जा जस्स परिणई पुव्व पुरिसकयमेरा । सो तं अइकमंतो, अणंतसंसारिओ होई ॥१॥
ભાવાર્થ : જેની જેટલી સ્થિતિ હોય તથા જેની જેટલી પરિતિપૂર્વક પૂર્વપુરૂષોએ કરેલી મર્યાદા હોય તેને જે અતિક્રમણ કરે તે અનંતસંસારી થાય છે. ચાલુ વર્તમાન કાળમાં પ્રાચીન પ્રણાલિકાને તોડી,અર્વાચીન નવીન કલ્પનાઓ ઊભી કરી, નવી પ્રણાલિકા ચલાવનારાઓને આ ઉપરોક્ત ગાથાથી બહુ જ સમજવાનું છે અને પુરાણી વાત જ માન્ય રાખવાની છે. जैनधर्म अस्तित्वमर्यादा वासाणवीस सहस्सा, नवसय तिमास पंचदिणपहरा । इक्का घडिया दो पल अखर अडयाल जिणधम्मो ॥१॥ ભાવાર્થ : વીશ હજાર વર્ષ, નવ સો વર્ષ, ત્રણ માસ પાંચ ૧૩૭
~
૧39
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org