________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ભાવથી, માલીક પાસેથી દેશકાળના અનુમાને ગ્રહણ કરેલ ઉત્તમ મધ્યમ, જઘન્ય પુષ્પોથી પૂજા કરી હોય ને વળી તે પુષ્પો બહુ જ પ્રફુલ્લિત છે. સુગંધી છે. જો તેમ ન હોય તો સ્નાનાદિક શૌચ પણ મનાદિકને પ્રસન્નતા ન કરી શકે, માટે થોડા કે ઘણા, જાતિવંત માલતી આદિ પુષ્પોથી પૂજા કરે છે, નનુજાત્યાદિ ગ્રહણ કરવાનું કહ્યું તે તો સુવર્ણાદિક સમનસાંપુષ્પાદિકનાં નિષેધ માટે થાય છે, કારણ કે જાતિવંત પુષ્પો જે સારા હોય છે, તે તો એક વાર ચડાવવાથી નિર્માલ્ય થઈ જાય છે, માટે તે કાંઈ વારે વાર આરોપાતાં નથી, અને જો ચડાવે તો નિર્માલ્યાના દોષોનું આરોપણ થાય છે. કહ્યું છે ॐ यथोक्तम्कंचणमेत्तियरयणाइ दामएहिचविविहेहिं,
ભાવાર્થ : કંચન, મૌક્તિક રત્નાદિકની વિવિધ પ્રકારની માલાદિકને ચડાવે માટે સોનાના, મોતી, મણિનાં ચડાવે તો શું વાંધો ? અને ચડાવેલા ન ઉતારીયે તો હરકત શી ? નિર્માલ્ય આરોપણનો દોષ પણ ન થાય, કારણ કે જાતિવંત પુષ્પો તો સુગંધમય હોવાથી ને કરમાઈ જવાથી, નિર્માલ્ય થઈ જવાથી ઉતારવા જોઇએ. પણ સુવર્ણના દાગીના ન ઉતારે તો શો દોષ ?
વળી કોઈ કહે છે કે વીતરાગને વળી અલંકાર શું કામ ચડાવવા જોઇએ, તેમ પુષ્પો પણ શું કામ ચડાવવા જોઇએ. બન્નેનું સરાગીપણું છે, માટે ન ચડાવવા જોઈએ, તેથી અષ્ટ પુષ્પી વિધાનનું કારણ કહે
અપાયા, જ્ઞાનાવર્ષાદિક કર્મોના હેતુવાત આઠ અપાયો કહેલા છે. તે આઠે આઠ કર્મરૂપ છે, અને તે આઠ કર્મથકી મુકાયે મુક્ત કહેવાય છે તે આઠ અપાય ના મુક્ત થવાથી તેનાથી ઉત્પન્ન થયેલા અનંતજ્ઞાન, દર્શનાદિક ગુણો, તેનો જે પ્રાદુર્ભાવભૂતિ, તેજ લક્ષ્મી,
ન ૧૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org