________________
' વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તેમને દેવાર્ચનાને માટે દ્રવ્યસ્નાન કરવાની જરૂર નથી. રૂષિયો કેવા છે ? પ્રમત્તયોગાત્ પ્રાણવ્યપરોપણ હિંસા તેજ દોષ, તે વડે કરીને રહિત છે. વળી રૂષિયોને મૂળગુણ, ઉત્તરગુણરૂપ મહાવ્રત, શીલ, વૃદ્ધિકારણે આવું ભાવપ્નાન યુક્ત છે, કારણ કે ભાવ સ્નાન, ધર્મધ્યાન શુકલધ્યાનની વૃદ્ધિ કરનારું છે.
આવી રીતે દ્રવ્યસ્નાન અને ભાવસ્નાનથી પરંપરાએ સર્વ કર્મ મલને વર્જી મોક્ષમાં જાય છે. ફરીથી લપાતો નથી, એવી રીતે જ સ્નાન કરનારો પરમાર્થથી સ્નાન કરેલ કહેવાય છે, પરંતુ સ્નાનાંતરથી સ્નાન કરનાર પરમાર્થથી સ્નાન કરનારો કહેવાતો નથી, માટે રે કુતીર્થંકો ! તમારે જલ્દી પરમાર્થથી સ્નાન થવાથી ઇચ્છા હોય તો, ભાવસ્નાનથી સ્નાન કરો. દ્રવ્યસ્નાન છોડી દો.
(પુષ્પ પૂજા.) હવે સ્નાન કર્યા બાદ દેવોને પૂજવા તે માટે પૂજાનું સ્વરૂપ કહે છે. હવે જેઓ માને છે કે શ્વેતાંબર સાધુઓ દેવોને પૂજતા નથી, તેવું કહેનારને ઉત્તર આપે છે. જે પૂજા કરવાને વિષે આઠ પુષ્પો આવે છે તે અષ્ટપુષ્પી કહેવાય છે. આઠ પુષ્પી તો જઘન્યતાથી કહેલ છે અન્યથા થોડા વા, ઘણા પુષ્પોવડે કરીને દેવપુજા કરવાનું કહેલ છે. તે પૂજા જ્ઞાની મહારાજાએ બે પ્રકારની કહેલ છે, ૧. સાવદ્યા, ૨. નિરવદ્યા. તેમાં પ્રથમ દેવલોકસાધની દ્વિતિયા તુ નિર્વાણસાધની પાઠાંતરે સ્વર્ગમોક્ષ પ્રસાધનાત્ દ્વિધા.
હવે અશુદ્ધા તેનું વર્ણન કરે છે. ન્યાયવડે કરીને ઉપાર્જન કરેલ પૈસાથી અગર અચૌર્યવડે કરી ગ્રહણ કરેલા પૈસાથી, પુષ્પોને લઈને, જે દેવાધિદેવને આપવામાં આવે છે તે અશુદ્ધ પૂજા છે. કેવી રીતે કરે છે તે કહે છે કે લાભને માટે, પ્રવચન પ્રભાવનાને માટે ઉદાર
M૧૧૧
૧૧૧
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org