________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરવાથી ક્રોધિત થએલા મહાદેવ કનિષ્ઠા છેલ્લી આંગળીના નખશુક્તિરૂપી તલવારવડે કરીને સમગ્ર દેવતાઓના સમૂહ સમક્ષ જલ્દીથી બ્રહ્માનું ગર્દભ-શિર કાપી નાખ્યું.
બીજાઓ કહે છે કે બ્રહ્મા અને વાસુદેવને પોતપોતાનાં મહત્વનો વિવાદ થયો. તે બન્ને લડતા લડતા મહાદેવ પાસે આવ્યા. મહાદેવે કહ્યું કે તમારે બન્નેને વિવાદ કરવાથી સર્યું, જે મારા લિંગનો અંત આણશે તેજ તમારા બેમાંથી મોટો કહેવાશે. ને બીજો નાનો કહેવાશે. તેથી વાસુદેવ લિંગનો અંત લેવાન માટે નીચે ગયો. હવે તે ઘણા મહાવેગવડે કરીને જવાથી પણ તેનો અંત પામ્યો નહિ, અને પાતાલને વિષે રહેલ વજ અગ્નિવડે કરી આગળ જવામાં અશક્ત છતાં, તેના સંતાપથી શ્યામ શરીરવાળો થઈ ગયો તેથી પાછો ફરી મહાદેવ પાસે ગયો, અને કહ્યું કે તમારા લિંગનો અંત નથી. બ્રહ્મા પણ ઉપર તે જ પ્રમાણે ગયો ને લિંગનો અંત પામ્યો નહિ તેથી ખેદ પામ્યો. પછી લિંગની ઉપરથી નીચે પડતી માલાને પામી તેને પૂછે છે કે તું કયાંથી ? તેથી તે માલા બોલી કે મહાદેવના લિંગના મસ્તક ઉપરથી ત્યારે બ્રહ્માએ તેને પુછયું કે ત્યાંથી અહીં આવતાં તને કેટલો કાળ લાગ્યો ? તેણીયે કહ્યું કે છ માસ બ્રહ્માએ કહ્યું હું લિંગનો અંત લેવા જતો હતો, પણ તે માર્ગ છ માસનો બહુ લાંબો બતાવ્યો તેથી હું ખેદ પામીને પાછો ફરીશ, માટે મહાદેવ તને જયારે પૂછે ત્યારે તારે મારી સાક્ષી પુરવી કે આણેલિંગનો અંત લીધો છે. માલાએ તે વાત માની, તેથી તે માલાને લઈ મહાદેવ પાસે આવી બ્રહ્માએ કહ્યું કે મેં લિંગનો અંત લીધો ને તેનો નિશ્ચય કરવા માટે લિંગના મસ્તક ઉપરથી આ માલા લાવ્યો છું. મહાદેવે માલાને પૂછવાથી હા કહી તેથી જેનો અંત નથી એવા મારા લિંગનો અંત આ સ્થાપે છે. આવી અસત્ય વાણીથી ક્રોધ પામેલા મહાદેવ કનિષ્ઠિકા નાની આંગળીરૂપી કુહાડાવડે કરી બ્રહ્માનું પંચમ ગર્દભરૂપ માથુ કાપી નાંખ્યું, અને માલાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org